ઉત્તર પ્રદેશના પ્રયાગરાજથી મોટા સમાચાર છે. મૌની અમાવસ્યા પર જ્યોતિર્પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીને રોકવાનો મુદ્દો જાર પકડી રહ્યો છે. દરમિયાન, મોડી રાત્રે, પ્રયાગરાજ મેળા ઓથોરિટીએ સ્વામી અવિમુક્તેશ્વરાનંદને નોટિસ ફટકારી છે. નોટિસમાં ૨૪ કલાકની અંદર જવાબ માંગવામાં આવ્યો છે.
પ્રયાગરાજ મેળા ઓથોરિટીના ઉપપ્રમુખ દ્વારા સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીને નોટિસ ફટકારવામાં આવી છે. નોટિસમાં જ્યોતિર્પીઠના દિવંગત શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી અને સ્વામી વાસુદેવાનંદ સરસ્વતી વચ્ચે સુપ્રીમ કોર્ટમાં પેઈન્ડી  કેસનો ઉલ્લેખ છે.
નોટિસમાં પૂછવામાં આવ્યું છે કે, “તમે જ્યોતિર્પીઠના શંકરાચાર્ય તરીકે પોતાને કેવી રીતે પ્રમોટ કરી રહ્યા છો?” નોટિસમાં સુપ્રીમ કોર્ટમાં પેઇનગ સિવિલ અપીલનો પણ ઉલ્લેખ છે, જેમાં કોર્ટે આદેશ આપ્યો હતો કે અપીલનો ઉકેલ ન આવે ત્યાં સુધી કોઈપણ ધાર્મિક નેતાને જ્યોતિર્પીઠના શંકરાચાર્ય તરીકે પવિત્ર કરી શકાય નહીં. અપીલ નંબરનો ઉલ્લેખ કરીને નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, “આ મામલો સુપ્રીમ કોર્ટમાં પેઇન્દિન્ગ  છે. જ્યાં સુધી સુપ્રીમ કોર્ટ અપીલનો નિકાલ ન કરે અથવા પ્રતિષ્ઠા અંગેનો વધુ આદેશ ન આપે ત્યાં સુધી, કોઈપણ ધાર્મિક નેતાને જ્યોતિર્પીઠના શંકરાચાર્ય તરીકે પ્રતિષ્ઠિત કરી શકાશે નહીં.”
નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, “તમે માઘ મેળા દરમિયાન તમારા શિબિરમાં લગાવવામાં આવેલા બોર્ડ પર પોતાને જ્યોતિર્પીઠના શંકરાચાર્ય તરીકે જાહેર/પ્રદર્શિત કર્યા છે. આ કૃત્ય/પ્રદર્શન સુપ્રીમ કોર્ટના આદેશનો તમારા દ્વારા અનાદર દર્શાવે છે. તેથી, કૃપા કરીને ૨૪ કલાકની અંદર સ્પષ્ટ કરો કે તમે તમારા નામ પહેલાં શંકરાચાર્ય શબ્દનો ઉપયોગ કેવી રીતે કરી રહ્યા છો અથવા જ્યોતિર્પીઠના શંકરાચાર્ય તરીકે પોતાને કેવી રીતે પ્રમોટ/પ્રચાર કરી રહ્યા છો.”
અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ આ બાબતે પોતાનું વલણ રજૂ કરવા માટે પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે. વધુમાં, તેમણે જણાવ્યું હતું કે, “કોણ શંકરાચાર્ય છે કે નહીં તે વહીવટ નક્કી કરશે નહીં. ભારતના રાષ્ટ્રપતિ પણ નક્કી કરી શકતા નથી કે કોણ શંકરાચાર્ય છે. શંકરાચાર્ય એ વ્યકિત  છે જેને ત્રણેય શંકરાચાર્ય સ્વીકારે છે, અને બે પીઠોના શંકરાચાર્યોએ ગયા માઘ મેળા દરમિયાન તેમની સાથે સ્નાન કર્યું છે.”
સ્વામી અવિમુક્તેશ્વરાનંદે તેમના પદની કાયદેસરતા સ્પષ્ટ કરતા કહ્યું કે શા†ીય પરંપરા અનુસાર, ફક્ત શંકરાચાર્ય તરીકે માન્યતા પ્રાપ્ત વ્યકિત ને અન્ય પીઠોના શંકરાચાર્યો દ્વારા માન્યતા આપવામાં આવે છે. તેમણે કહ્યું કે શ્રૃંગેરી અને દ્વારકા પીઠોના શંકરાચાર્યોએ તેમને યોગ્ય રીતે સ્વીકાર્યા હતા અને ગયા માઘ મેળા દરમિયાન તેમની સાથે શાહી સ્નાન કર્યું હતું. પુરી પીઠોના શંકરાચાર્યએ પણ તેમની સામે કોઈ વાંધો દાખલ કર્યો નથી, અને સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલા સોગંદનામામાં કોઈ વાંધો હોવાનો ઉલ્લેખ નથી.
સ્વામી અવિમુક્તેશ્વરાનંદે જણાવ્યું હતું કે કોઈ પણ વહીવટી અધિકારી, મુખ્યમંત્રી કે રાષ્ટ્રપતિ ને શંકરાચાર્ય કોણ છે તે નક્કી કરવાનો અધિકાર નથી, કારણ કે આ એક આંતરિક ધાર્મિક મામલો છે જેનો નિર્ણય ફક્ત શંકરાચાર્ય પરંપરા અનુસાર જ લઈ શકાય છે. પોતાને જ્યોતિર્પીઠના નિર્વિવાદ શંકરાચાર્ય ગણાવતા, તેમણે કહ્યું કે જેઓ તેમના પદ પર સવાલ ઉઠાવી રહ્યા છે તેઓ દૂષિત લાગણીઓથી પ્રેરિત છે, અને જે કોઈ પોતાને શંકરાચાર્ય માને છે તે આગળ આવે અને ચર્ચા અથવા ખુલ્લી ચર્ચામાં ભાગ લે.