સૌરાષ્ટ્ર નાગરિક સહકારી મંડળી લી.-બગસરાની અમરેલી શાખાની પ્રદેશ ભાજપ મંત્રી મહેશભાઈ કસવાળાએ મુલાકાત લીધી હતી. પ્રદેશ ભાજપ મંત્રીની સાથે અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયાએ પણ શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ તકે રાજેશ કાબરીયા, જનકભાઈ તળાવીયા, ભરતભાઈ સુતરીયા, મંડળીના ચેરમેન અનિલ વેકરીયા અને શાખા એમ.ડી.દિવ્યેશ વેકરીયા હાજર રહ્યાં હતા.