પોલીસની બુટલેગરો સામે કડક કાર્યવાહી

જિલ્લામાં ૬ મહીલા સહિત રપ લોકો પાસેથી દેશી દારૂ મળી આવ્યો

અમરેલી જિલ્લામાંથી પોલીસે ત્રણ સ્થળેથી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. સાવરકુંડલામાંથી વિદેશી દારૂના ૩૦ ચપટા ઝડપાયા હતા. ટેકસી સ્ટેન્ડ, ઉજાલા ઇલેકટ્રોનીકની દુકાન પાસેથી આફતાબ અનવરભાઇ કુરેશી (ઉ.વ.૨૭) પાસેથી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની બોટલ ચપટા કુલ નંગ-૩૦ જેની કિં.રૂ.૨૩૯૦ નો પ્રોહિબીશન મુદ્દામાલ મળી આવ્યો હતો. સાવરકુંડલાના જુની આંબરડી ગામે પ્લોટ વિસ્તારમાંથી એક પ્રૌઢ પાસેથી ભારતીય બનાવટનો પર-પ્રાંતીય વિદેશી દારૂ અલગ-અલગ બ્રાન્ડની ૧૧ બોટલો મળી હતી. જેની કુલ કિ.રૂ.૬૦,૫૦૦ જાહેર થવા પામી હતી. આ મુદ્દામાલ પણ પોલીસે કબજે કર્યો હતો. ટીંબી ગામના ગેટ પાસેથી દારૂની બોટલ સાથે યુવક પકડાયો હતો. જિલ્લામાં છ મહિલા સહિત ૨૫ ઈસમો પાસેથી પીવાનો દેશી દારૂ મળ્યો હતો. આંબા ગામે વોકળામાં મેલડી માતાજીના મંદિર પાસે પાસ પરમીટ વગર દેશી દારૂ બનાવવાનો ૧૭૦ લીટર આથો પકડાયો હતો. જિલ્લામાંથી ૧૯ ઈસમો કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા મળી આવ્યા હતા. સાવરકુંડલામાંથી એક પુરુષ કેફીપીણુ પીધેલી હાલતમા સર્પાકાર રીતે મોટર સાયકલ ચલાવતા મળ્યો હતો.