ગોંડલ નગરપાલિકા અને દ્ગેંન્સ્ શાખા દ્વારા સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા અને સ્વદેશી ચીજવસ્તુઓને વેગ આપવાના ઉમદા હેતુથી ‘સ્વદેશી મેળા શોપિંગ ફેસ્ટિવલ-૨૦૨૬’ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ગોંડલના મહારાજા સર ભગવતસિંહજીના ‘મેક ઇન ગોંડલ’ અને ‘મેડ ઇન ભારત’ના સ્વપ્નને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે આ મેળાનો પ્રારંભ થયો છે.
સંગ્રામસિંહજી હાઇસ્કુલ ગ્રાઉન્ડ ખાતે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય અને રીબીન કાપીને આ મેળાને લોકો માટે ખુલ્લો મુકાયો હતો. આ મેળો ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૬ થી ૬ માર્ચ ૨૦૨૬ સુધી દરરોજ સવારે ૧૦ઃ૦૦ વાગ્યાથી રાત્રે ૯ઃ૦૦ વાગ્યા સુધી મુલાકાતીઓ માટે ખુલ્લો રહેશે. ‘હર ઘર સ્વદેશી’ અને ‘વોકલ ફોર લોકલ’ ના મંત્રને સાર્થક કરતા આ આયોજનનો મુખ્ય હેતુ કુશળ કારીગરોને મંચ પૂરું પાડવાનો અને સ્થાનિક અર્થતંત્રને મજબૂત બનાવવાનો છે.