તારીખ ૨૦ નવેમ્બર ૨૦૨૫ના રોજ સાવરકુંડલા તાલુકાના ધજડી પરા પ્રાથમિક શાળાના આચાર્ય ભીખુભાઈ આજગિયા તરફથી સાવરકુંડલાની નાગનાથ સોસાયટીની આંગણવાડીના બાળકોને કલરફુલ સેન્ડલ ટાઈપ ચપ્પલ આપવામાં આવ્યા. બાળકો ખૂબ જ ખુશ થયા હતા તેમજ આંગણવાડીના સંચાલિકા કાજલબેનની કામગીરી પણ ખૂબ સરસ જોવા મળી હતી.










































