મુંબઈમાં સલમાન ખાનના ઘર બહાર થયેલા ફાયરિંગનો મામલે મુંબઈ પોલીસ મુંબઈથી બે મરીન એક્સપર્ટ સ્કૂબ ડાઈવરને લઈને આવી હતી. સુરત પોલીસ અને ફાયર વિભાગના મદદ થી બોટ મેળવી સતત કલાકો સુધી મુંબઈના બે મરીન એક્સપર્ટ ડ્રાઇવર શોધખોળ હાથ ધરાઈ હતી. બે બોટ અને બે મરજીવાની મદદથી તાપી નદીમાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું.
મરજીવા પર કેમેરો પણ સાથે ઉતારવામાં આવ્યા હતા. જેનું મોનિટરિંગ બોર્ડ પરથી કરવામાં આવ્યું હતું. સુરત પોલીસ અને ફાયર વિભાગના મદદથી બોટ મેળવી સતત કલાકો સુધી મુંબઈના બે મરીન એક્સપર્ટ ડ્રાઇવર શોધખોળ હાથ ધરી હતી. જેના અંતે તાપી નદીમાં ૯ મીટર અંદરથી બંને પિસ્તોલ અને ૪ મેગેઝીન મળી આવ્યા છે.
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા બંને આરોપીઓએ ભૂજ જતા પહેલા તાપી નદીમાં પિસ્તોલ ફેંકી હોવાની પૂછપરછમાં જણાવ્યું હતું. જેથી મુંબઈ ક્રાઈમ બ્રાંચની ટીમે તપાસ માટે સુરતમાં ગઈકાલથી ધામા નાંખ્યા છે.
ઈન્સ્પેક્ટર દયા નાયક અને અધિકારીઓ સતત સમગ્ર ઓપરેશન પર નજર રાખી રહ્યાં છે. આખરે ૨૮ કલાકની શોધખોળ બાદ તાપી નદીના અડધા કિલોમીટરના રેન્જમાં મુંબઈ પોલીસે આ પિસ્તોલની શોધ આદરી હતી. નદીમાં અંદર લગભગ ૩૬૫ મીટર સુધી પોલીસે પિસ્ટલની શોધખોળ કરી હતી.
ગઈકાલે પોલીસને મેગેઝિન અને રિવોલ્વર મળ્યા હતા. જેના બાદ આજે વધુ એક રિવોલ્વર અને મેગેઝિન મળી આવ્યા છે. આમ, તાપીમાંથી ૨૮ કલાકમાં મળી આવેલ ૨ પિસ્તોલ, ૪ કાર્ટીઝ મુંબઈ પોલીસ માટે મોટો પુરાવો બની રહ્યાં છે.
મહત્વનું છે કે, ૧૪ એપ્રિલે સવારે ૫ વાગ્યે બાંદ્રામાં સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની સામે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. બાઇક પર આવેલા બે હુમલાખોરે ૪ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.. જે બાદ તેના આરોપીઓની કચ્છ માતાના મઢથી ધરપકડ થઈ હતી.
સલમાન ખાનનાં ઘર પર ચાર રાઉન્ડ ફાયરિંગ કરી ફરાર થયેલા શખ્સો કચ્છમાથી પકડાતા ચકચાર મચી જવા પામી છે. લખપત તાલુકાના માતાનામઢ વિસ્તારમાંથી લોરેન્સ બિસનોઈ ગેંગના બે સાગરીતોને પોલીસે દબોચી લીધા હતા. પશ્સીમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને મુંબઈ પોલીસે સયુંકત રીતે બન્ને આરોપીને પકડી પાડ્યા હતા. આ ઓપરેશનમાં બિહારના ૨૪ વર્ષીય વિકી ગુપ્તા અને ૨૧ વર્ષીય સાગર શ્રીજાગેન્દ્ર પાલ નામના બને આરોપીઓને ઝડપી પાડ્યા હતા.