ચીકુને અંગ્રેજીમાં જીટ્ઠpર્ંટ્ઠ, હિન્દીમાં ચીકુ, સેપોટી, લેટિન ભાષામાં છષ્ઠરટ્ઠિજ જટ્ઠpર્ંટ્ઠ તરીકે ઓળખવામાં આવે છે.
મૂળ વતન દક્ષિણ અમેરિકા, વેસ્ટ ઈન્ડિઝના ટાપુઓ, મેક્સિકો. ભારતમાં તે ગુજરાત, મહારાષ્ટ્ર, બિહાર, બંગાળ, ઉતરપ્રદેશ વગેરેમાં ખાસ થાય છે. ગુજરાતમાં વલસાડ, નવસારી, સુરત, તાપી, ભરૂચ અને નર્મદા, જૂનાગઢ, જામનગર, અમરેલી, ગોંડલ, રાણોલી, ઉદવાડા, પારડી, અમલસાડ, બીલીમોરામાં તેની ઘણી વાડીઓ છે. મહારાષ્ટ્રમાં થાણા- કોલાબા, પૂના કોંકણ વગેરે પ્રદેશોમાં તે ખૂબ થાય છે.
અરિકૃષ્ટકુળનું ચીકુનું ઝાડ મધ્યમ આકારનું સુંદર અને હર્યું ભર્યું રહે છે. તેની છાલ ભુખરા – તપખીરી રંગની હોય છે. પાન એકાંતરે, બોરસલીના પાન જેવા લંબગોળ અને ફૂલ આછા સફેદ રંગના થાય છે. ફળ જરા લંબગોળ કે ગોળ થાય છે. ઉપર કાગળ જેવી પાતળી છાલ અને અંદર તપખીરી રંગનો મીઠો ગર્ભ થાય છે. દરેક ફળમાં ૧-૨ કાળા રંગના લંબગોળ, કઠણ –ચીક્ણી છાલના ઠળિયા હોય છે. આ ફળ ખૂબ જ મધુર અને રૂચિકર હોવા સાથે બીજા ફળોની સરખામણીમાં સસ્તા અને સર્વ પ્રિય હોય છે. ગુજરાતમાં કુલ ર૮,૮૦૦ હેકટરમાં ચીકુની ખેતી થાય છે અને તેમાંથી પ્રતિ હેકટરે ૧૦ મેટ્રિક ટનની ઉત્પાદકતા સાથે ર,૮૮,૦૦૦ મેટ્રિક ટનનું વાર્ષિક ઉત્પાદન થાય છે. ચીકુ ખાવામાં ખુબજ મીઠા, માવો પોચો અને કણીદાર હોય છે. પાકા ચીકુમાંથી સુકવણી કરીને ચીપ્સ, ચીકુ હલવો, ચીકુ મુરબ્બો, ચીકુ જયુસ, સ્કવોશ, સિરપ, જામ, ટ્રોફી, કેન્ડી અને મિલ્ક શેક બનાવી શકાય છે.
ચીકુ ઉષ્ણકટિબંધનો પાક છે. દરિયાકિનારાનું ગરમ અને ભેજવાળું હવામાન ખૂબજ માફક આવે છે. દરિયાની સપાટીથી ૧ર૦૦ મીટરની ઊંચાઈએ ચીકુનું વાવેતર થઈ શકે છે. ૧૮ થી ૩પ સે. ગ્રે. ઉષ્ણતામાન ખૂબજ અનુકૂળ રહે છે. ૪૦ સે.ગ્રે. તાપમાને ચીકુના ફૂલ તથા નાના ફળ ખરી પડે છે. ૧૦ સે. ગ્રે. થી નીચા તાપમાને ચીકુના ઝાડનો વિકાસ અટકે છે તેમજ ફળો નાના રહે છે અને મોડા પરિપકવ થાય છે. સારા વહેંચાયેલા ૧પ૦૦ થી ર૦૦૦ મિ.મી. વરસાદવાળા વિસ્તારમાં ચીકુનો પાક સારો થાય છે. ચીકુને સારા નિતારવાળી, ઉંડી, ગોરાડુ, બેસર કે મધ્યમ કાળી જમીન વધુ અનુકૂળ છે. નદી કે દરિયાકાંઠાની ઉંડી કાંપાળ જમીન ચીકુના પાક માટે ઉત્તમ ગણાય.
જાતોઃ દુનિયામાં ચીકુની ૧પ૦ થી વધુ જાતો નોંધાયેલ છે. ભારત દેશમાં પ૦ થી વધુ જાતોનું વાવેતર છે. આપણા ગુજરાત રાજયમાં મુખ્યત્વે કાલીપત્તી જાતનું વાવેતર જોવા મળે છે.
ફલ – ચીકુ
સુધારેલી જાતો
કાલીપતી, ચીકુની મુરબ્બા, ક્રિકેટબોલ, ભૂરીપત્તી, પીળીપત્તી
સંવર્ધનની રીત – ભેટ કલમ
રોપણીનું અંતર (મીટર)
૧૦×૧૦, ૧૦×૦૫
હેકટર દિઠ રોપાની સંખ્યા
૧૦૦, ૨૦૦
પુખ્ત વયના ઝાડ દીઠ ખાતર
પ્રતિ વર્ષે ૫૦ કિલો છાણિયું ખાતર અને ૧૦૦૦ઃ૫૦૦ઃ૫૦૦ ગ્રામ ના.ફો.પો. પ્રતિ ઝાડ ( ઉપરોક્ત ખાતર માટે ૨.૧ કિલો યુરિયા, ૩.૧ કિલો સુપર ફોસ્ફેટ તથા ૮૬૦ ગ્રામ મ્યુરેટ ઓફ પોટાશ બે સરખા હપ્તામાં આપવું.)
પિયત, ઉનાળોઃ૧૦ થી ૧૨ દિવસે
શિયાળોઃ ૨૦ થી ૨૫ દિવસે
ઊત્પાદન પુખ્ત વયનું ઝાડ (કિલો)
૧૨૦ થી ૧૫૦