ગુજરાત સરકાર દ્વારા ૨૫ એપ્રિલનાં રોજ વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી નિમિત્તે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શેડુભારની નીચે આવતા દરેક ગામોમાં મેલેરિયા, ડેન્ગ્યું અને ચીકનગુનિયા રોગની અટકાયત માટે આરોગ્ય કર્મચારીઓ મારફત ટીમ દ્વારા ઘરે ઘરે ફરીને વાહકજન્ય રોગ અટકાયત કામગીરી ૨૦થી ૩૦ એપ્રિલ સુધી કરવામાં આવશે. જેમાં આરોગ્યની ટીમ મારફત દરેક ઘરોની મુલાકાત લઇ અને ખુલ્લા પાણી ભરેલા દરેક પાત્રોમાં એબેટના દ્રાવણ નાખવાની કામગીરી કરવામાં આવશે. તેમજ કાયમી પાણી ભરાયેલ પાત્રોમાં ગપ્પી ફિશ મુકવાની કામગીરી કરવામાં આવશે.
આ સાથે જ ગંદા પાણીના ખાડાઓમાં બળેલું ઓઈલ નાખવાની કામગીરી કરવામાં આવશે. તેમજ સર્વેલન્સ દરમ્યાન તાવના દર્દીની લોહીની તપાસ પણ કરવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી, જીલ્લા મેલેરિયા અધિકારી, તાલુકા હેલ્‍થ ઓફિસર તથા પ્રા.આ.કેન્દ્રના મેડિકલ ઓફિસર પ્રિયાંક ધોળકિયા તેમજ આયુષ મેડિકલ ઓફિસર બોરીચાનાં પ્રયત્નથી ગુજરાત સરકાર દ્વારા મેલેરિયા નાબુદી અભિયાનને સફળ બનાવવામાં આવશે.