તેલંગાણામાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં છ લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. હૈદરાબાદથી વિજયવાડા જતી વખતે કારે મુતંગી આઉટર રિંગ રોડ પર પાછળથી પાર્ક કરેલી લારીને ટક્કર મારી હતી. અથડામણ થતાંની સાથે જ એકાએક વિસ્ફોટ થયો અને કાર સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગઈ. આ ભયાનક માર્ગ અકસ્માતમાં એક મહિલા અને એક બાળક સહિત છ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ અકસ્માત નાલગોંડાના કોદાદ શહેરમાં દુર્ગાપુરમ હાઇવે પર થયો હતો.
હૈદરાબાદના છ લોકોએ જીવ ગુમાવ્યો જ્યારે એક કાર રસ્તાની બાજુમાં પાર્ક કરેલી લારી સાથે અથડાઈ. મૃતકોમાં ચાર પુરુષ, એક મહિલા અને એક બાળકનો સમાવેશ થાય છે. આ લોકો વિજયવાડા જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. તુટી જવાના કારણે ટ્રક રોડની સાઈડમાં ઉભી હતી. ત્યારે પાછળથી આવતી કાર તેની સાથે અથડાઈ હતી. કોડાડા વિસ્તારમાં આવી જ બીજી દુર્ઘટનાના ત્રણ દિવસ બાદ આ અકસ્માત થયો હતો. ગત બનાવમાં ટીપર કારની ટક્કરે યુવાન દંપતિનું મોત થયું હતું.
કોદાદ ટાઉન પીએસ સબ ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે સૂર્યપેટના દુર્ગાપુરમ રોડ પર એક લારી સાથે કાર અથડાતાં છ લોકોના મોત થયા હતા. કારમાં ૧૦ લોકો હૈદરાબાદથી વિજયવાડા જઈ રહ્યા હતા. ત્યારે આ અકસ્માત થયો હતો. લારી ચાલકને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને કેસ નોંધવામાં આવી રહ્યો છે.