ફિલ્મ નિર્માતા વિક્રમ ભટ્ટ, તેમની પત્ની શ્વેતાંબરી ભટ્ટ અને સહ-આરોપી મહેબૂબ અંસારીને કરોડો રૂપિયાના છેતરપિંડીના કેસમાં રાજસ્થાન હાઈકોર્ટ તરફથી મોટો ફટકો પડ્યો છે. જાધપુર હાઈકોર્ટે ત્રણેયની જામીન અરજી ફગાવી દીધી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે કેસની વર્તમાન સ્થિતિ ને જાતાં આરોપીઓને જામીન આપવા યોગ્ય નથી. પરિણામે, રાજસ્થાનમાં કડક શિયાળામાં પણ આ આરોપીઓને જેલમાં રહેવું પડશે.
રાજસ્થાન હાઈકોર્ટના જસ્ટસ વિનોદ કુમાર ભરવાણી દ્વારા આ કેસની સુનાવણી કરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન, ખાસ સરકારી વકીલે આરોપીઓ દ્વારા દાખલ કરાયેલી જામીન અરજીઓનો સખત વિરોધ કર્યો હતો. તેમણે કોર્ટને માહિતી આપી હતી કે છેતરપિંડીના કેસની તપાસ હજુ પણ ચાલુ છે અને અનેક મહત્વપૂર્ણ પાસાઓની તપાસ બાકી છે.
રાજસ્થાન પોલીસની તપાસમાં ખુલાસો થયો છે કે આરોપી વિક્રમ ભટ્ટ અને તેમની પત્ની શ્વેતાંબરી ભટ્ટે અલગ અલગ નામે નકલી બિલ તૈયાર કર્યા હતા. આ બિલો દ્વારા, તેઓએ ફરિયાદી પાસેથી વિવિધ ખાતાઓમાં પૈસા ટ્રાન્સફર કર્યા. બાદમાં, તેઓએ પૈસા તેમના પોતાના ખાતામાં ટ્રાન્સફર કર્યા અને તેનો ઉપયોગ વ્યકિતગત ઉપયોગ માટે કર્યો.
ખાસ સરકારી વકીલના જણાવ્યા અનુસાર, ૩૦ કરોડના આ છેતરપિંડીના કેસમાં, આરોપીઓએ ફરિયાદી પાસેથી કુલ ૪,૨૩,૧૩,૪૨૪ વિવિધ ખાતાઓમાં ટ્રાન્સફર કરવા માટે સાંઠગાંઠ કરી હતી. આમાંથી ૧,૬૫,૬૯,૯૫૫ તેમના પોતાના ખાતામાં જમા કરવામાં આવ્યા હતા અને લોન ચૂકવવા માટે ઉપયોગમાં લેવામાં આવ્યા હતા.
પ્રોસિક્્યુશન પક્ષે એમ પણ જણાવ્યું હતું કે સહ-આરોપી મહેબૂબ અંસારી ગુનાહિત કૃત્યમાં સક્રિય રીતે સામેલ હતા. તપાસ દરમિયાન તેમની વિરુદ્ધ મહત્વપૂર્ણ પુરાવા બહાર આવ્યા છે. એવો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો કે આરોપીઓ સાક્ષીઓ પર દબાણ કરી રહ્યા છે, જે નિષ્પક્ષ તપાસને જાખમમાં મૂકી શકે છે. સરકારી વકીલે કોર્ટને ચેતવણી આપી હતી કે જા આ તબક્કે આરોપીઓને જામીન આપવામાં આવે તો તેઓ સાક્ષીઓને પ્રભાવિત કરી શકે છે અને તપાસમાં અવરોધ ઊભો કરી શકે છે.
બધા પક્ષોને સાંભળ્યા પછી, હાઇકોર્ટે વિક્રમ ભટ્ટની પત્ની શ્વેતાંબરી વી. ભટ્ટ, પ્રવીણ ભટ્ટના પુત્ર વિક્રમ ભટ્ટ અને ઉસ્માન અંસારીના પુત્ર મહેબૂબ અંસારીની જામીન અરજીઓ ફગાવી દીધી. કોર્ટે ઠરાવ્યું કે કેસની ગંભીરતા અને તપાસની સ્થિતિ ને ધ્યાનમાં રાખીને આ સમયે જામીન આપવાનું વાજબી નથી.