આણંદના વલ્લભવિદ્યાનગરમાં સ્પાની આડમાં અનૈતિક પ્રવૃત્તિઓ ચાલતી હોવાની એક ઘટના સામે આવી છે. આણંદ એસ.ઓ.જી. પોલીસે એક મોટી કાર્યવાહી કરતા રોઝ સ્પામાં ચાલતા દેહવિક્રયના વ્યવસાયનો પર્દાફાશ કર્યો છે. પોલીસે બાતમીના આધારે દરોડા પાડી કુલ ૯ યુવતીઓને મુક્ત કરાવી છે. તમને જણાવી દઈએ કે મહિલા સહિત બે સંચાલિકાઓ દ્વારા સેક્સ રેકેટ ચલાવવામાં આવતું હતું.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, આણંદ એસ.ઓ.જી. પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે વલ્લભવિદ્યાનગર વિસ્તારમાં આવેલા રોઝ સ્પામાં મસાજની આડમાં ગેરકાયદેસર રીતે સેક્સ રેકેટ ચલાવવામાં આવી રહ્યું છે. પોલીસે ડમી ગ્રાહક મોકલીને આ આખા નેટવર્કની પુષ્ટિ કરી હતી અને ત્યારબાદ ઓચિંતો છાપો માર્યો હતો. આ દરોડા દરમિયાન પોલીસને સ્પામાંથી વાંધાજનક હાલતમાં અનેક યુવતીઓ મળી આવી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર સ્પાની અંદરથી કુલ ૯ રૂપલલનાઓ ઝડપાઈ છે. જેમાં ૨ યુવતીઓ થાઈલેન્ડની અને ૭ યુવતીઓ ભારતીય મૂળની છે. આ રેકેટ એક મહિલા સહિત બે સંચાલિકાઓ દ્વારા ચલાવવામાં આવતું હોવાનું બહાર આવ્યું છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, બહારથી માત્ર મસાજ પાર્લર દેખાતા આ સ્પામાં ગ્રાહકો પાસેથી તગડી રકમ વસૂલીને વિદેશી અને અન્ય રાજ્યની યુવતીઓ દ્વારા દેહવિક્રયનો વ્યવસાય કરાવવામાં આવતો હતો. પોલીસે સ્પાના સંચાલકો વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે કે આ રેકેટના તાર અન્ય ક્યાં ક્યાં જાડાયેલા છે.










































