વડિયામાં ઉનાળો આવે અને પીજીવીસીલના લો વોલ્ટેજના પ્રશ્નો ઉપસ્થિત થાય છે. વડિયાના સુરગપરા વિસ્તારમાં ગત વર્ષે લો વોલ્ટેજના પ્રશ્ન ઉપસ્થિત થતા ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાએ રૂબરૂ મુલાકાત કરીને સ્થાનિક અને ઉચ્ચ અધિકારીનો ઉધડો લઇ તાત્કાલિક લો વોલ્ટેજનો પ્રશ્ન દૂર કરવા સૂચના આપી હતી. ત્યારબાદ પીજીવીસીએલ દ્વારા સુરગપરા વિસ્તારમાં પાવર સપ્લાયને મેનેજ કરવા બે નવા ટીસી ઉભા કરી લો વોલ્ટેજ દૂર કરવા કાર્યવાહી કરવામાં આવી હતી. જા કે આ પ્રશ્નનું યોગ્ય નિરાકરણ ન થતા સ્થાનિક નાગરિક દ્વારા પીજીવીસીએલના અધિકારીને રજૂઆત કરતા તેમને લોડ વધારો માંગવા જણાવવામાં આવેલ તે રકમ પણ અરજદાર દ્વારા ભરવામાં આવતા અને ફરિયાદ કરનાર દ્વારા
રૂફટોપ સોલાર સિસ્ટમ પણ લગાવવા છતાં હજુ લો વોલ્ટેજનો પ્રશ્ન હલ ન થતા આ અરજદાર દ્વારા અંતે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ફરિયાદ કરતા સ્થાનિક નાયબ ઈજનેર દ્વારા ટૂંકાગાળામાં લો વોલ્ટેજનો પ્રશ્ન પૂર્ણ કરવા લેખિત ખાત્રી આપેલ હતી. આ ખાતરીને એક વર્ષ વીતવા છતાં ગુજરાત સરકારના તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ અને ધારાસભ્ય એવા નાયબ મુખ્ય દંડકની સૂચનાની કોઈ ગંભીરતા ન હોય તેમ વડિયામાં હજુ પણ લો વોલ્ટેજનો પ્રશ્ન હોવાથી ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે.