અમરેલીમાં ફતેપુરના પુલ પર બે મોટર સાયકલની ટક્કર થઈ હતી.
અકસ્માત સર્જી ચાલક ફરાર થઈ ગયો હતો. આ અંગે અમિતકુમાર કનૈયાલાલ જોષી (ઉ.વ.૪૪)એ હિરો હેસ્ટની મોટર સાયકલ નંબર જીજે-૧૪-બીએ-૧૩૮૮ના ચાલક સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ તેમની મોટર સાયકલ લઈને અમરેલી આવતા હતા ત્યારે આરોપીએ ફતેપુરના પુલ પર તેમને ટક્કર મારતાં પડી ગયા હતા.
જેમાં તેમને ઈજા પહોંચી હતી અને અકસ્માત સર્જી ચાલક ફરાર થઈ ગયો હતો. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એસ.જે.ગોંડલીયા વધુ તપાસ કરી રહ્યા છે.