વડિયા વિકાસ સમિતિના પ્રમુખ જુનેદભાઇ ડોડિયાએ સ્થાનિગ આંગણવાડીના અધુરા કામ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને પત્ર લખીને રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, વડિયામાં કૃષ્ણપરાની આંગણવાડી કેન્દ્ર નં-૯૧નું નવીનીકરણ કાર્ય ૨૦૨૩-૨૪માં મનરેગામાં મંજૂર થઇને શરૂ થયું હતું. આ કામ આજદિન સુધી પૂર્ણ થયેલ નથી. જે એજન્સીએ કામ કર્યું છે તેની ગુણવત્તા ખૂબ જ નબળી છે. આથી આ આંગણવાડીમાં અભ્યાસ કરી રહેલા બાળકો ભાડાના મકાન અને દુકાનમાં ભણવા માટે મજબૂર છે. આ કામ વહેલી તકે પૂર્ણ થાય અને નબળી કામગીરી તપાસ થાય તે જરૂરી છે. આ પત્રની નકલ તેમણે જિલ્લા કલેક્ટર અને કુકાવાલ તાલુકા વિકાસ અધિકારીને પણ મોકલી છે.