રાજુલામાં કાન્હા વિશ્વ વિદ્યાલય ખાતે એક અનોખો કાર્યક્રમ યોજાયો હતો. શાળામાં ભણતા બાળકોના વાલીઓ કે જેઓ વિવિધ ક્ષેત્રે વિવિધ કામગીરીઓ કરતા હોય છે. જેમ કે કડિયા, મિસ્ત્રી, ઇલેક્ટ્રિશીયન કે બીજા અન્ય કાર્યો સાથે સંકળાયેલ હોય અને શાળામાં કોઈપણ રીતે શાળાના વિકાસ કાર્યમાં સહભાગી બન્યા હોય એવા લોકોને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનોના હસ્તે શાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવેલું સાથે સાથે આવેલા તમામ વાલીઓને આ શાળાનો પરિચય આપવામાં આવ્યો હતો. શાળાના ટ્રસ્ટીઓ તેમજ શાળાના આચાર્ય દ્વારા તમામ વાલીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.