બાબરાના મોટા દેવળીયા ગામે ઘર બહાર પાર્ક કરેલ બાઇકની ઉઠાંતરી કરી ધરાઈ ગામનો શખ્સ ફરાર થઈ ગયો હતો. રમેશભાઈ હિંમતભાઈ સરવૈયા (ઉ.વ.૩૩)એ ધરાઈ ગામે રહેતા ચિરાગભાઈ બાબુભાઈ સતાણી સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમણે ઘરની બહાર શેરીમાં બાઇક પાર્ક કર્યુ હતું. જેની આરોપી શખ્સ ઉઠાંતરી કરીને ફરાર થઈ ગયો હતો. બાબરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જે.એમ.ડાંગર વધુ તપાસ કરી રહ્યા છે.