મારુતિનંદન ટ્રસ્ટે શહેરમાં સાર્વજનિક જગ્યાએ પીવાના ઠંડા પાણીની વ્યવસ્થા કરીને પ્રેરણાદાયી કામ કર્યું છે. અમરેલી શહેરમાં પીવાના શુદ્ધ પાણીની કાયમી સમસ્યા છે અને તેવા સમયે સાર્વજનિક જગ્યાએ અને તે પણ બળબળતા ઉનાળામાં આવી વ્યવસ્થા ગોઠવવી એ તો નોંધ લેવી પડે તેવી ઘટના છે. મારૂતિનંદન ચેરીટેબલ ટ્રસ્ટ અમરેલી દ્વારા આ જળસેવા શરૂ કરાતાં લોકોએ ટ્રસ્ટ અને દાતાઓનો આભાર માન્યો હતો. તેમજ આ જળ સેવાનો વિચાર આપનાર ડોક્ટર વિજયભાઈ વાળાનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.