મહુવા – ઉના હાઇવે પર આવેલા મજાદર ગામના પાટિયા પાસે એક ટુ વ્હીલરનો પીકઅપ વાન સાથે અકસ્માત થયો હતો. અકસ્માતમાં ઘવાયેલા બાઈક ચાલકને ૧૦૮ એમ્બ્યુલન્સમાં પ્રાથમિક સારવાર આપી મહુવા હનુમંત હોસ્પિટલમાં ખસેડ્‌યા હતા. ઈ.એમ.ટી સફીમહમ્મદ અને પાયલોટ ચંદ્રેશભાઈએ દર્દીના પરિવારજનોને જાણ કરી મહુવા હનુમંત હોસ્પિટલ ખાતે રૂ. ૧૦,૦૦૦/- રોકડા તેમજ મોબાઈલ ફોન, પાન કાર્ડ, એટીએમ કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ જેવા અગત્યના દસ્તાવેજો હોસ્પિટલમાં તેમના સગા નાના ભાઈને સુપરત કર્યા હતા. આ ઉત્કૃષ્ટ અને પ્રામાણિક કામગીરી કરવા બદલ ૧૦૮ ના પ્રોગ્રામ મેનેજર અને અમરેલી જીલ્લાના ૧૦૮ ના અધિકારી દ્વારા તેમને બિરદાવવામાં આવ્યા હતાં.