બાબરામાં લોકસભાના ઉમેદવાર ભરતભાઇ સુતરીયાના સમર્થનમાં રાજગોર સમાજની વાડીની બાજુમાં ભાજપનાં મધ્યસ્થ કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સાવરકુંડલાનાં ધારાસભ્ય મહેશભાઈ કસવાલા અને લાઠી બાબરાનાં ધારાસભ્ય જનકભાઈ તળાવીયા દ્વારા લોકસભાનાં ભાજપનાં ઉમેદવાર ભરતભાઇ સુતરીયાના સમર્થનમાં કાર્યાલય ખુલ્લું મુકાયું હતું. આ તકે ગોપાલભાઈ વસ્તરપરા, જીતુભાઈ ડેર, નિતીનભાઇ રાઠોડ, પ્રભાતભાઇ કોઠીવાળ, હિંમતભાઇ દેત્રોજા, તાલુકા ભાજપ પ્રમુખ અશોકભાઇ રાખોલીયા, લલિતભાઇ આંબલીયા, ભરતભાઇ બુટાણી, જગદીશભાઈ નાકરાણી, ભુપેન્દ્રભાઈ બસિયા, મુકેશભાઇ ખોખરીયા, પ્રવિણભાઇ કરકર, અંકુરભાઇ જસાણી, મનસુખભાઇ પલસાણા, જયાબેન ગેલાણી, અશ્વિન મકવાણા, હરેશ આગજા, મહેશ જાવીયા તેમજ બાબરા નગરપાલિકાનાં સભ્યો, તાલુકા પંચાયતનાં સભ્યો, શહેર ભાજપ સંગઠનનાં હોદ્દેદારો, તાલુકા ભાજપનાં હોદ્દેદારો, બાબરા વેપારી આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં. આ દરમિયાન બાબરા તાલુકા ભાજપ પ્રમુખ અશોકભાઇ રાખોલીયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ ખોખરીયાએ ઉપસ્થિત તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો અને ભાજપ ઉમેદવાર ભરતભાઇ સુતરીયાના સમર્થનમાં મતદાન કરી નરેન્દ્ર મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા અને દેશની સેવા કરવા માટે અપીલ કરી હતી.

ભરત સુતરીયાને પાંચ લાખ મતની લીડથી વિજયી બનાવવા અપીલ
મહેશભાઇ કસવાલાએ કોંગ્રેસ ઇન્ડિયા ગઠબંધનનાં ઉમેદવાર પર આકરા પ્રહારો કર્યા હતા અને ભાજપ ઉમેદવાર ભરતભાઇ સુતરીયાને પાંચ લાખ મતની લીડથી વિજ્યી બનાવવા માટે અપીલ કરી હતી. ધારાસભ્ય જનકભાઈ તળાવીયાએ પોતાનાં પ્રવચનમાં જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવા માટે આપણે બધાએ જંગી બહુમતીથી ભાજપ તરફી મતદાન કરી ભરતભાઇ સુતરીયાને જીતાડી નરેન્દ્ર મોદીને ત્રીજીવાર વડાપ્રધાન બનાવવાના છે.