બાબરા શહેરમાં ભાજપ પ્રજાપતિ સામાજિક સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય જનકભાઈ તળાવીયા તથા બક્ષીપંચ મોરચાના જિલ્લા પ્રમુખ રાજુભાઈ ભૂતિયા, જીતુભાઈ ડેર, શહેર પ્રમુખ મુકેશભાઈ ખોખરીયા તથા મોરચાની ટીમ તથા નગરપાલિકા પ્રમુખ પ્રવીણભાઈ કરકર અને નગરપાલિકાના સભ્યો હાજર રહ્યા હતા. બાબરા શહેરના બક્ષીપંચ મોરચાના મહામંત્રી રમેશભાઈ સાંગડીયા તથા પ્રજાપતિ સમાજના અગ્રણીઓ, જનકભાઈ તળાવીયા અને રાજુભાઈ ભૂતિયાએ અમરેલી લોકસભા બેઠકના ઉમેદવાર ભરતભાઈ સુતરીયાને જંગી બહુમતીથી વિજયી બનાવવા આહ્‌વાન કર્યુ હતું.