પોલીસે પૂર્ણિયા લોકસભા સીટથી અપક્ષ ઉમેદવાર પપ્પુ યાદવની ઓફિસ પર દરોડા પાડયા હતાં. આ દરમિયાન ઓફિસ પરિસરમાં મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી હતી. આ દરોડા અંગે કોઈપણ પોલીસ અધિકારી કંઈપણ કહેવાનો ઈન્કાર કરી રહ્યા છે. જ્યારે અપક્ષ ઉમેદવાર પપ્પુ યાદવને દરોડાની માહિતી મળી તો તેઓ તરત જ ઓફિસે પહોંચ્યા. તેણે પોલીસ અધિકારીઓને પૂછ્યું, “તમે અહીં કોના આદેશ પર આવ્યા છો?”
આ પછી મીડિયા સાથે વાત કરતા પપ્પુ યાદવે કહ્યું કે તે પ્રચાર વાહનને સજાવી રહ્યો હતો, આ દરમિયાન પોલીસ તેની ઓફિસ પહોંચી. તેમણે કહ્યું કે તેમને તેમના જીવનું જાખમ છે કારણ કે જે દિવસે તેઓ કોંગ્રેસમાં જાડાયા હતા તે દિવસે તેમની સુરક્ષા દૂર કરવામાં આવી હતી.
દરમિયાન, સદર એસડીપીઓ પુષ્કર કુમારે કહ્યું કે પોલીસને માહિતી મળી હતી કે વાહનને પરવાનગી વિના પ્રચાર માટે શણગારવામાં આવી રહ્યું છે, તેથી તપાસ કરવામાં આવી રહી છે.