લોકસભાની ચૂંટણી લડવા માટે આજથી રાજકીય પાર્ટીઓના ઉમેદવારો ફોર્મ ભરશે. ત્યારે રાજકોટ લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને કેન્દ્રીયમંત્રી પરશોત્તમ રૂપાલા આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરશે. ફોર્મ ભરતા પહેલા પરશોત્તમ રૂપાલા જંગી જનસભાને સંબોધશે. જે માટે તૈયારીઓને આખરી ઓપ અપાયો છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે.
લોકસભા ચૂંટણીના માહોલ વચ્ચે આવતીકાલે રાજકોટ બેઠક પરથી બીજેપીના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા ઉમેદવારી ફોર્મ ભરશે. માહિતી મુજબ, પરશોત્તમ રૂપાલા ફોર્મ ભરતા પહેલા જંગી જનસભાને સંબોધિત કરશે. આ સભામાં હજારોની સંખ્યામાં લોકો, કાર્યકર્તાઓ અને પક્ષના આગેવાનો હાજર રહેશે. આ જન સભાને લઈ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ત્યારે કાર્યક્રમ દરમિયાન, કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે પોલીસે પણ લોખંડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો છે. બહુમાળી ચોક ખાતે આ જનસભા યોજાશે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા પરશોત્તમ રૂપાલા બહુમાળી ચોક ખાતે જનસભાને સંબોધિત કરશે. ત્યાર બાદ બહુમાળી ચોકથી જૂની કલેક્ટર કચેરી સુધી રોડ-શો પણ યોજશે. જણાવી દઈએ કે, લોકસભાની ચૂંટણીને લઈ પરશોત્તમ રૂપાલા છેલ્લા ઘણા દિવસથી જારશોરથી પ્રચાર કરી રહ્યા છે. ગઈકાલે રૂપાલાએ રાજકોટ વિધાનસભા ૭૦મા કાર્યાલયને ખુલ્લુ મુક્યું હતું. આ પ્રસંગે સાંસદ રામભાઇ મોહનભાઈ , ધારાસભ્ય રમેશ ટીલાળા, પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોધરા સહિતના નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તા અને લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા.