ધોરાજી તાલુકાના નાની પરબડી ગામના ખેડૂત દિનેશભાઈ ધોરાજી બેન્ક ઓફ બરોડાની શાખામાંથી પાક ધીરાણની ફેરબદલ માટે એક લાખ રૂપિયા ઉપાડીને થેલીમાં રાખી એન્ટ્રી પડાવવા માટે લાઈનમાં ઉભા હતા આ દરમિયાન તેમની પાછળ રહેલ બે મહિલાઓએ થેલીમાં કાપો મારી રૂપિયા સેરવી લીધા હતા. આ બાબતે ખેડૂતે ફરિયાદ નોંધાવતા પોલીસે આ બાબતે તપાસ કરતા આ ઘટનાને અંજામ આપનારી મધ્યપ્રદેશની મહિલા ગેંગને જૂનાગઢમાંથી ઝડપી પાડવામાં આવી હતી.