ક્રિકેટ ચાહકો માટે ખુબ જ દુઃખદ સમાચાર આવ્યા છે. આજે એટલે કે ૧૦મી એપ્રિલે પૂર્વ દિગ્ગજ ખેલાડીએ દુનિયાને અલવિદા કહી દીધું છે. જેના કારણે સમગ્ર ક્રિકેટ જગતમાં શોકની લહેર છે. ચાહકો માની શકતા નથી કે ભૂતપૂર્વ દિગ્ગજે દુનિયાને અલવિદા કહ્યું છે. તમને જણાવી દઈએ કે આ ખેલાડીનો ટેસ્ટ ક્રિકેટમાં ઘણો દબદબો હતો. આ પૂર્વ ક્રિકેટરે પોતાની ટીમ માટે ઘણી મેચો પોતાના દમ પર જીતી છે, પરંતુ આજે આ ખેલાડી દુનિયા છોડી ગયો છે.
ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ લેગ સ્પિનર જેક અલાબાસ્ટરે ૯૩ વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે. અલાબાસ્ટરે ૧૯૫૫ થી ૧૯૭૨ વચ્ચે ક્રિકેટ મેચ રમી હતી. આ સમયગાળા દરમિયાન તેમણે ૨૧ ટેસ્ટ મેચ રમી, જેમાં તેણે ૪૯ વિકેટ લીધી. આ સમયગાળા દરમિયાન ન્યુઝીલેન્ડની ટીમે ૪ ટેસ્ટ મેચ જીતી હતી, જેક અલાબાસ્ટર પણ આ વિજેતા ટીમનો ભાગ હતો. તમને જણાવી દઈએ કે તેણે વર્ષ ૧૯૫૫માં પાકિસ્તાન વિરૂદ્ધ ડેબ્યૂ મેચ રમી હતી. જેકે વર્ષ ૧૯૫૫-૫૬માં ભારતની મુલાકાત લીધી હતી. આ સિવાય તેણે ૧૯૫૮માં ઈંગ્લેન્ડ અને ૧૯૬૧થી ૧૯૬૨ દરમિયાન દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ પણ કર્યો હતો.
તમને જણાવી દઈએ કે જ્યારે જેક અલાબાસ્ટર ટેસ્ટ સીરીઝ રમવા માટે દક્ષિણ આફ્રિકાના પ્રવાસે ગયા હતા. આ દરમિયાન તેણે ન્યૂઝીલેન્ડની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે સિરીઝની પહેલી જ મેચમાં ૭ વિકેટ લઈને બધાને ચોંકાવી દીધા હતા. જેકની આ સિરીઝમાં કુલ ૨૨ વિકેટ હતી. જેક આંતરરાષ્ટિય ક્રિકેટમાં ન્યુઝીલેન્ડ અને ડોમેસ્ટિક ક્રિકેટમાં ઓટાગો માટે રમ્યો હતો. તેણે ડોમેસ્ટિક ક્રિકેટમાં કુલ ૧૪૩ મેચ રમી હતી, જે દરમિયાન તેણે ૫૦૦ વિકેટ ઝડપી હતી. આના પરથી તમે અંદાજ લગાવી શકો છો કે તે પોતાની બોલિંગથી બેટ્‌સમેનોને ખતમ કરવામાં કેટલો સક્ષમ હતો.