મૂળ ધારીના નાગધ્રા ગામના અને હાલ રાજકોટના લોધીકા તાલુકાના વડવાજડી ગામે રહેતા રતનબેન વિનોદભાઈ દાફડા (ઉ.વ.૨૩)એ નાગધ્રા ગામે રહેતા હિનાબેન રામજીભાઈ દાફડા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, આરોપી મહિલા તેમના કૌટુંબિક જેઠાણી થાય છે. તેઓ તથા તેના પતિ વડવાજડી ગામે રહે છે. આરોપી મહિલાએ તેમના પતિને ફોન કરીને તેમના વિશે ખરાબ વાતો કરી હતી. જેથી તેમણે ફોન કરતા આરોપીએ ગેરવર્તન કરી ગાળો આપી કહ્યું કે નાગધ્રા આવશો તો માર્યા વગર નહિ મુકું, તેવી માર મારવાની ફોનમાં ધમકી આપી હતી. ઉપરાંત તેમની બદનક્ષી થાય તેવા શબ્દો બોલતા લાગી આવ્યું હતું અને પોતાની મેળે હાથ પર બ્લેડના ઘા મારી ઇજા કરી હતી. ચલાલા પોલીસ સ્ટેશનના એએસઆઈ જે.કે.વાળા વધુ તપાસ કરી રહ્યા છે.