ધારીમાં ડેડીયા પુલ પાસે જાહેરમાં જુગાર રમતાં ત્રણ ઇસમો ઝડપાયા હતા. તેમની પાસેથી રોકડા ૧૦,૨૦૦ જપ્ત કરવામાં આવ્યા હતા. રામભાઇ ભગાભાઇ રાઠોડ, નરેશભાઇ બાબુભાઇ કાનાણી તથા ધીરૂભાઇ નરશીભાઇ મકવાણા જાહેરમાં ગંજીપતાના પાના તથા પૈસાથી તીનપત્તીનો હાર-જીતનો જુગાર રમી રમાડી રોકડ રકમ રૂ.૧૦,૨૦૦ સાથે ઝડપાયા હતા. ધારી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કે.કે.રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.