ધારીના પ્રેમપરામાં ગેરેજ ધરાવતાં એક યુવકને ત્યાં ગાડી ધોવરાવવા આવેલા યુવકને કોઈ માણસ હાજર ન હોવાથી માલિકે ‘ગાડીને ફુવારો મારી દઉ, આખી ધોવી હોય તો બપોરે આવજો’ તેમ કહેતા હુમલો કરવામાં આવ્યો હતો. બનાવ અંગે ડાંગાવદર ગામે રહેતા અલ્તાફભાઈ જીવાભાઈ શેખ (ઉ.વ.૩૧)એ માલસિકા ગામના રવિભાઈ તથા ચાર અજાણ્યા ઇસમો સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેઓ પોતાના ગેરેજે હાજર હતા તે દરમિયાન આરોપીએ સ્કોર્પીયો કાર વોશીંગ કરી આપવાનું કહ્યું હતું. જેથી તેમણે અત્યારે મારો કોઇ માણસ હાજર નથી તેથી ગાડીને ફુવારો મારી દઉ, આખી ધોવી હોય તો ત્રણ વાગ્યે આવજો તેમ કહેતા સારું નહોતું લાગ્યું અને મંડળી રચી જેમ-ફાવે તેમ ગાળો આપીને લાકડીથી ફટકાર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
ધારી પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસ.પી.શાહી વધુ તપાસ કરી રહ્યા છે.