રાષ્ટિય સ્વયંસેવક સંઘ(આરએસએસ)ના વરિષ્ઠ પ્રચારક અને મુસ્લિમ રાષ્ટિ મંચ(મુસ્લિમ ઓર્ગેનાઈઝેશન)ના માર્ગદર્શક ઈન્દ્રેશ કુમારે કહ્યું છે કે, “જે લોકો મુસ્લિમ સમુદાયને મુસ્લિમ , ભાડુઆત કે પછી બહારના લોકો હોય તેમ કહે છે તેઓ ઉશ્કેરવાનું કામ કરી રહ્યા છે. મુસ્લિમો ન તો ભાડૂઆત હતા કે ન તો બહારના, પણ આ દેશના હતા. આપણા બધાના ડીએનએ સમાન છે.”
ઈન્દ્રેશ કુમારે કહ્યું કે આ દેશના ૯૯ ટકા મુસ્લિમો અહીંના છે, તેમના પૂર્વજા અહીંના છે, તેમણે ભલે પોતાનો ધર્મ બદલ્યો હોય, પરંતુ તેઓ તેમના પૂર્વજા અને પરંપરાઓ સાથે એક છે. આ સાથે સ્પષ્ટતા પણ કરી કે આ દેશની સંપત્તિ પર મુસ્લિમો પોતાનો પ્રથમ અધિકાર નથી માનતા. તેમનું માનવું છે કે દેશના સંસાધનો પર દરેક ભારતીયનો અધિકાર છે. તેઓ રાજઘાટ ખાતે આવેલા ગાંધી દર્શનના સત્યાગ્રહ મંડપ ખાતે મુસ્લિમ રાષ્ટિ મંચ દ્વારા આયોજિત ઈદ મિલન કાર્યક્રમમાં ઉપસ્થિત મુસ્લિમ સમુદાયના લોકોને સંબોધિત કરી રહ્યા હતા.
તેમણે સામ પિત્રોડાના નિવેદન અંગે પણ કહ્યું કે, ભારત અમેરિકા નથી અને ક્યારેય રહેશે નહીં. ભારતમાં માનવતા અને સંસ્કૃતિના મૂળિયા ઘણાં ઊંડા છે. ભારતે અમેરિકાની નકલ કરવાની જરૂર નથી.