યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ- ચલાલા દ્વારા સંચાલિત હરિબા મહિલા કોલેજ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સંસ્થાના વડા ડો. રતિદાદા, ટીડીઓ ભટ્ટ, ટીપીઓ અતુલભાઇ કાથરોટીયા, ચીફ ઓફિસર ભાવનાબેન ગોસ્વામી અને જલ્પાબેન વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં ટીપીઓએ મતદાન જાગૃતિ વિશે માર્ગદર્શન આપ્યું હતું. ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો. કોલેજની બી.એ., બી. કોમ., બીસીએ અને સ્પોટ્‌ર્સ સહિતમાં રસ ધરાવતી દીકરીઓને ઈસીએલ વીડિયો ક્લિપ બતાવવામાં આવી હતી.કોલેજની વિદ્યાર્થિની મહેતા જાનવીએ મતદાન વિશે વક્તવ્ય આપ્યું હતું. ત્યારબાદ ટીડીઓએ મતદાન વિશે સમજૂતી આપી અને શપથવિધિ કરાવી હતી. આચાર્યા શીતલબેન મહેતાએ આભારવિધિ કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા ડાયરેક્ટર ભારતભૂષણ મહેશભાઈ મહેતા, આચાર્યા શીતલબેન મહેતા તથા કોલેજના તમામ સ્ટાફગણ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.