ચલાલા ખાતે શ્રી મોગલમાં માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સાઈનાથ મંદિરના સાનિધ્યમાં હનુમાનજી મંદિરનો પાટોત્સવ અને નવનિયુક્ત હોદ્દેદારોનો સન્માન સમારોહ ભવ્યતાથી યોજાયો હતો. ગઢીયા ગીર દાનેવ ધામના મહંત હર્ષદ બાપુ ભગતની પાવન ઉપસ્થિતિમાં આ કાર્યક્રમે આધ્યાત્મિક ગૌરવ પ્રાપ્ત કર્યું હતું. ટ્રસ્ટ છેલ્લા ૧૭ વર્ષથી શિક્ષણ, આરોગ્ય અને જરૂરિયાતમંદોની સેવા જેવી પ્રવૃત્તિઓ અવિરત ચલાવી રહ્યું છે. આ પ્રસંગે અમરેલી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ તરીકે ગીતાબેન કારીયા અને બક્ષીપંચ મોરચાના મહામંત્રી તરીકે ભઈલુભાઈ વાળાનું વિશેષ સન્માન કરાયું હતું.