ગુજરાત હાઈકોર્ટે ગટર સફાઈના મામલે સરકારને સખ્ત ચેતવણી આપી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ગટર કે સેÂપ્ટક ટાંકીમાં માણસ ઉતારીને સફાઈ કરાવવી સંપૂર્ણપણે ગેરકાયદેસર છે. આવું કરનાર સામે એફઆઇઆર નોંધવામાં આવશે અને કડક કાર્યવાહી થશે. સરકારે આ મામલે હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું છે, જેમાં મશીનો દ્વારા સફાઈ પર ભાર મૂકવામાં આવ્યો છે. હાઈકોર્ટે કહ્યું છે કે માનવજીવન સાથે કોઈ પણ પ્રકારનો ખેલ નહીં ચાલે.
ગુજરાત હાઈકોર્ટે આજે (૧૪ ફેબ્રુઆરી, ૨૦૨૬) ગટર સફાઈ અંગેની સુનાવણી દરમિયાન મહત્વના નિર્દેશો આપ્યા છે.કોર્ટે સ્પષ્ટપણે કહ્યું છે કે ગટરમાં માણસ ઉતારવો ગેરકાયદેસર છે. જા કોઈ વ્યકિત ને ગટરમાં સફાઈ માટે ઉતારવામાં આવશે તો જવાબદાર અધિકારી કે કોન્ટ્રાક્ટર સામે તરત એફઆઇઆર નોંધવામાં આવશે.
માત્ર સરકારી વિસ્તારો જ નહીં, ખાનગી સોસાયટીઓમાં પણ આ નિયમ અમલમાં આવશે. સફાઈ કર્મચારીઓને પ્રોટેક્ટવ ગિયર, ઓકિસજન  માસ્ક કે અન્ય સુરક્ષા સાધનો વગર કામ કરાવવું ગુનો ગણાશે.જા સફાઈ દરમિયાન કોઈ કામદારનું મોત થાય તો ૩૦ લાખ રૂપિયાનો દંડ અને સજા થશે.હાઈકોર્ટે કહ્યું, “માનવજીવન સાથે ખેલ નહીં ચાલે. આ બાબતમાં કોઈ સમાધાન નહીં.”સરકારે હાઈકોર્ટમાં રજૂ કરેલા સોગંદનામામાં જણાવ્યું છે કેઃરાજ્યમાં મશીનો દ્વારા ગટર સફાઈને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.સક્શન કમ જેટિંગ મશીનો અને રોબોટિક સિસ્ટમનો વ્યાપક ઉપયોગ વધારવામાં આવશે.ખાનગી સોસાયટીઓને પણ મશીનો વાપરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.હાઈકોર્ટ સમક્ષ રજૂ થયેલા આંકડા અનુસાર છેલ્લા ૬ વર્ષમાં ગટર અને સેÂપ્ટક ટાંકીની સફાઈ દરમિયાન ૪૪૩ સફાઈ કર્મચારીઓના મોત નોંધાયા છે.જેમાથી વર્ષ ૨૦૨૩માં જ ગુજરાતમાં ૯ મોત નોંધાયા હતા.આ આંકડા સામે હાઈકોર્ટે સરકારને સવાલો કર્યા છે કે આટલા મોત છતાં મશીનીકરણ કેમ નથી થયું?