જાફરાબાદ તાલુકાના હેમાળ ગામે પ્રાથમિક શાળામાં તા. ૧૩-૦૨-૨૦૨૬ના રોજ માતૃભાષા ઉજવણી નિમિત્તે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની અધ્યક્ષતા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી રંજીતાબેન ગોસાઈએ કરી હતી.હેમાળ ગામના વતની તથા અમરેલી જિલ્લાના સાહિત્ય ક્ષેત્રે બાલકૃષ્ણ એવોર્ડ–૨૦૨૫થી સન્માનિત કવિ શશિભાઈ રાજ્યગુરુ ‘હેમાળવી’ દ્વારા કાવ્યપાઠ અને પ્રેરક વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું. કાર્યક્રમમાં સરપંચ કાનાભાઈ બાંભણીયા સહિત ગ્રામજનો, શાળા સ્ટાફ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આભારવિધિ આચાર્ય વિનોદભાઈ સોસાએ કરી હતી.









































