(એ.આર.એલ),અમદાવાદ,તા.૧૨
ગુજરાતમાં આવેલી લોકસભાની ૨૬ બેઠકો માટેની સામાન્ય ચૂંટણી તથા વિધાનસભાની ૫ બેઠકો માટેની પેટાચૂંટણી માટે આજથી ઉમેદવારીપત્રો ભરવાની શરૂઆત કરવામાં આવી છે. આ દરમિયાન ચૂંટણી પહેલા જ ગુજરાતમાંથી ૮૬.૮૨ કરોડની વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે.
મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ જણાવ્યું હતું કે રાજ્યમાં ૨૭ જનરલ ઓબ્ઝર્વર, ૨૮ એક્સપેÂન્ડચર ઓબ્ઝર્વર્સ અને ૧૪ પોલીસ ઓબ્ઝર્વરની નિમણૂંક કરવામાં આવી છે. ચૂંટણી ખર્ચ દેખરેખ અને નિયંત્રણ માટે રાજ્યમાં કાર્યરત ૭૫૬ ફ્લાઈંગ સ્કવોર્ડ્‌સ દ્વારા અત્યાર સુધીમાં રૂપિયા ૬.૫૪ કરોડ રોકડ, રૂપિયા ૧૧.૭૩ કરોડની કિંમતનો ૩.૮૪ લાખ લીટર જેટલો દારૂ, રૂપિયા ૨૭.૬૨ કરોડની કિંમતનું ૪૫.૩૭ કિલો સોનું અને ચાંદી, રૂપિયા ૧.૭૩ કરોડની કિંમતના ૫૬૪.૪૯ કિલો પ્રતિબંધિત નશાકારક પદાર્થો તથા મોટરકાર, મોટર સાઈકલ, સીગારેટ, લાઈટર અને અખાદ્ય ગોળ સહિતની રૂપિયા ૩૯.૨૦ કરોડની અન્ય વસ્તુઓ મળી કુલ રૂપિયા ૮૬.૮૨ કરોડની વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે.
રાજ્યના તમામ જિલ્લાઓમાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં ઈવીએમના પ્રથમ રેન્ડમાઇઝેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જેમાં ઈફસ્ મશીનોની ફાળવણી જિલ્લા કક્ષાએથી એસેમ્બ્લી સેગ્મેન્ટ કક્ષાએ કરવામાં આવી છે. હરીફ ઉમેદવારોની યાદી આખરી થયા બાદ હરીફ ઉમેદવારો કે, તેમના પ્રતિનિધિઓ તથા ભારતના ચૂંટણી પંચ દ્વારા નીમવામાં આવેલ જનરલ ઓબ્ઝર્વરની હાજરીમાં ઈવીએમના બીજા રેન્ડમાઇઝેશનની કામગીરી હાથ ધરવામાં આવશે.
મતદારયાદીમાં નોંધાયેલા ૮૫ વર્ષથી વધુ વય ધરાવતા કુલ ૪.૧૯ લાખ કરતાં વધુ વરિષ્ઠ મતદારો તથા ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા ૩.૭૫ લાખ કરતાં વધુ દિવ્યાંગ મતદારો જા તેઓ ઈચ્છે તો પોતાના ઘરેથી મતદાન કરી શકે તે માટે તેઓને નિયત ફોર્મ-૧૨ડ્ઢ વિતરણ કરવાની અને ભરેલા ફોર્મ પરત મેળવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલી ૧૨ જેટલી આવશ્યક સેવાઓના કર્મચારીઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકે તે માટે રાજ્ય તથા જિલ્લા કક્ષાએ નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજી પોસ્ટલ બેલેટથી મતદાનની પદ્ધતિની સમજણ આપવામાં આવી છે. તેઓને આ માટેના નિયત ફોર્મ-૧૨ડ્ઢ પહોંચાડવાની કામગીરી હાલ ચાલુ છે.
સી-વીજીલ મોબાઈલ ઍપ પર તા.૧૬/૦૩/૨૦૨૪ થી તા.૧૦/૦૪/૨૦૨૪ સુધી આદર્શ આચારસંહિતાના ભંગ અંગે કુલ ૧,૬૧૫ ફરિયાદો મળી છે. ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર આ તમામ ફરિયાદોનો તાત્કાલિક યોગ્ય નિકાલ કરવામાં આવ્યો છે.તા.૧૬/૦૩/૨૦૨૪ થી તા.૧૦/૦૪/૨૦૨૪ સુધી મતદાર ઓળખપત્ર અંગેની ૬,૦૮૭, મતદાર યાદી સંબંધી ૫૭૪, મતદાર કાપલી સંબંધી ૧૩૮ તથા અન્ય ૧,૫૨૦ મળી કુલ ૮,૩૧૯ ફરિયાદો મળી છે. આ ઉપરાંત, મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી ખાતે કાર્યરત કંટ્રોલ રૂમના હેલ્પલાઈન નંબર ઉપર તા.૧૬/૦૩/૨૦૨૪થી આજદિન સુધીમાં કુલ ૯૯ ફરિયાદો મળી છે, જે તમામનો પણ ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર યોગ્ય નિકાલ કરવામાં આવ્યો છે. સાથે સાથે કચેરીમાં ટપાલ અને ઈ-મેઇલ મારફતે મીડીયા સંબંધી ૧૮, રાજકીય પક્ષો લગત ૦૯, ચૂંટણી પંચ સંબંધી ૩૪ તથા અન્ય ૩૭૪ મળી કુલ ૪૩૫ ફરિયાદો મળી છે. તારીખ ૧૬/૦૩/૨૦૨૪થી તારીખ ૧૦/૦૪/૨૦૨૪ સુધીમાં સમગ્ર રાજ્યમાં નિયમાનુસારની કાર્યવાહી કરીને સરકારી મિલકતો પરથી કુલ ૧,૬૪,૯૮૪ તથા ખાનગી મિલકતો પરથી કુલ ૬૦,૭૩૭ રાજકીય પ્રચાર અર્થેના પોસ્ટર-બેનરો તથા પ્રચાર-પ્રસાર સંબંધી જાહેરાતો દૂર કરવામાં આવી છે.