ઉનાળાની ગરમીની શરૂઆત સાથે જ ગુજરાતમાં કાળઝાળ તાપમાન લોકોને ત્રાસ આપી રહ્યું છે. પરંતુ આ ગરમી વચ્ચે હવામાનને લઈને એક મોટી આગાહી સામે આવી છે. જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતના હવામાન અંગે મહત્વપૂર્ણ સંકેતો આપ્યા છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ ૧૪ માર્ચ
આભાર – નિહારીકા રવિયા પછી રાજ્યના હવામાનમાં મોટો પલટો જાવા મળી શકે છે. પશ્ચિમી વિક્ષેપના કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. શું છે આ આગાહી? ચાલો જાણીએ.
રાજ્યમાં ઉનાળાની શરૂઆતથી જ ગરમીનો પાર વધતો જાવા મળી રહ્યો છે. બપોરે તાપમાનમાં વધારો થતાં લોકો ગરમીથી પરેશાન થઈ રહ્યા છે. પરંતુ આ વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, હાલ એક પશ્ચિમી વિક્ષેપ સક્રિય થયો છે.
આ પશ્ચિમી વિક્ષેપની અસર ખાડી દેશોથી લઈને કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારો સુધી જાવા મળી શકે છે. ૮ માર્ચ સુધીમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત ૧૪થી ૧૮ માર્ચ દરમિયાન ફરી એક પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવાની સંભાવના છે. જેના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હવામાનમાં પલટો આવી શકે છે.
હવામાન નિષ્ણાંતના જણાવ્યા મુજબ, ૧૬ થી ૨૦ માર્ચ દરમિયાન માધ્યમકશાનો વિક્ષેપ સક્રિય થતા ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડવાની શક્યતા પણ છે. આગાહી મુજબ ૧૬થી ૨૮ માર્ચ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં અચાનક પવન સાથે વરસાદ અને કરા પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. એટલું જ નહીં, માર્ચના અંતિમ દિવસો અને એપ્રિલની શરૂઆતમાં પણ દેશ સાથે ગુજરાતના હવામાનમાં ફેરફાર જાવા મળી શકે છે.
અત્યારે તો ગુજરાત ગરમીથી તપી રહ્યું છે, પરંતુ આવનારા દિવસોમાં હવામાનમાં ફેરફાર અને વરસાદની શક્યતા હવામાન નિષ્ણાંત દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.









































