અકસ્માતોની ઘટનામાં દિવસે દિવસે વધારો થતો જઈ રહ્યો છે. જેમાં ઘણા લોકોના જીવ પણ ગયા છે. આવો જ એક અકસ્માત કલોલના અંબિકા હાઇવે પર બન્યો છે.જ્યાં શ્રીજી ગરનાળા નજીક રસ્તો ક્રોસ કરી રહેલી એક સલમા નામની યુવતીને પૂરપાટ ઝડપે બુલેટ સવારે ટક્કર મારી હતી, જેના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલી ૨૪ વર્ષીય યુવતીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

માહિતી અનુસાર આ યુવતી કલોલના નાગોરી વાસની રહેવાસી છે.તે તેની માતાની દવા ખરીદવા માટે ઘરેથી નીકળી હતી.આ દરમિયાન,રાત્રે શ્રીજી ગરનાળા નજીક અમદાવાદ-મહેસાણા હાઇવે ક્રોસ કરતી વખતે તેને બુલેટ ચાલકએ ટક્કર મારી હતી. અકસ્માત બાદ આ યુવતીને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા હોÂસ્પટલ ખસેડવામાં આવી હતી.જ્યાં તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ તાત્કાલિક રજા આપવામાં આવી હતી. રજા આપ્યા બાદ લિયાકત ઘાંચી અને અન્ય બે લોકો તેને મોડી રાત્રે ઇજાગ્રસ્ત હાલતમાં રિક્ષામાં ઘરે લઈ ગયા હતા. તે લોકો જ્યારે ઘરે પહોચ્યા ત્યારે યુવતીના પરિવારને આ અકસ્માતની જાણ થઈ હતી.

આ સમગ્ર ઘટના બાદ બીજા દિવસે યુવતીને  શરીરમાં અસહ્ય દુખાવો થવા લાગ્યો હતો, જેથી પરિવાર તેને નજીકની  સેઝ સ્થિત પી.એસએમ હોસ્પિટલમાં લઈ ગયો હતો. જ્યાં યુવતીની ની ગંભીર હાલત જોઈને, ડોક્ટરોએ તેને તાત્કાલિક આઈસીયુ વોર્ડમાં દાખલ કરી હતી. આ સમયે સારવાર દરમિયાન તેની હાલત વધુ ખરાબ થઈ ગઈ હતી જેના કારણે તે બેભાન થઈ ગઈ હતી. સારવાર દરમિયાન ગઈકાલે યુવતીનું મૃત્યુ થયું હતું.કલોલ શહેર પોલીસે કેસ નોંધી વધુ તપાસ કરી રહી છે.