અમરેલીની શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા સ્કૂલ જિલ્લા કક્ષા સ્પોટ્‌ર્સ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ હેન્ડબોલ રમતમાં નેશનલ કક્ષાએ મેડલ મેળવી નામ રોશન કર્યુ છે. ૧૭મી મીની હેન્ડબોલ ભાઈઓની ચેમ્પયનશીપનું મુંબઈ મહારાષ્ટ્ર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાઘેલા સૂર્યદીપ, દુડવે નરેશ અને ચૌહાણ નેવીન ધો. ૭ના આ ખેલાડીઓએ રાષ્ટ્રીય કક્ષાએ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી ગૌરવ વધારવા બદલ સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરા, મંત્રી મનસુખભાઈ ધાનાણી, ચતુરભાઈ ખુંટ, ડાયરેકટર વસંતભાઈ પેથાણી, હેન્ડબોલ કોચ રવિભાઈ નાવડીયા, ડીએલએસએસ સ્ટાફ અને શાળાના આચાર્યો તેમજ સમગ્ર શૈક્ષણિક સ્ટાફે અભિનંદન સહ શુભેચ્છા પાઠવી હતી.