વડોદરા-મુંબઈ હાઈવે પર ધૂળની ડમરી ઉડતા વાહનચાલકોની સાથે સ્થાનિકો પણ પરેશાન થયા. ટ્રાફિથી સતત વ્યસ્ત રહેતો હાઈવે ખખડધજ હાલતમાં હોવાથી પરેશાની વધી. હાઈવે પર ઠેર ઠેર ખાડા પડેલા છે. વાપીની મહિલાઓએ અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ઉગ્ર વિરોધ પ્રદર્શન કરીને હાઈવેને બાનમાં લીધો.વલસાડ જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પર પડેલા ખાડાની સાથે ધૂળની ડમરીઓને કારણે વાહન ચાલકોની સાથે હાઇવેની બંને બાજુ રહેતા રહેણાંક વિસ્તારોમાં પણ લોકો મુશ્કેલીમાં મૂકાયા. ત્યારે આજે વાપીના બગવાડા ટોલનાકા નજીક શુભમ ગ્રીન સોસાયટીમાં રહેતી મહિલાઓએ રોસે ભરાઈ અને અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.. અને હાઇવે બાનમાં લેતા નેશનલ હાઇવે પર વાહનો ઠંભી ગયા હતા.. અને હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી.તેનાથી પણ ખરાબ હાલ હાઇવેની બાજુમાં રહેતી સોસાયટીઓના લોકો હતા. વાપીના બગવાડા ટોલનાકા નજીક આવેલા શુભમ ગ્રીન સોસાયટીના લોકોએ આજે હાઇવે પર ઉડતી ધૂળ અને ખરાબ હાલતને લઈ હાઇવે પર જ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. સતત ધમધમતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવેને મહિલાઓએ બાનમાં લીધો હોય તેમ અડધા કલાક સુધી આ હાઇવેને બંધ કરાવી દીધો હતો.હાઈવે બંધ થઈ જતા વાહનોના પૈડા થંભી જતા પોલીસ પણ દોડતી થઈ હતી. અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર મહિલાઓના ઉગ્ર વિરોધ પ્રદર્શનને કારણે હાઇવે પર લાંબી વાહનોની કતારો જામી હતી. રોષે ભરાયેલી મહિલાઓએ તાત્કાલિક હાઈવે નું રીપેરીંગ કરવામાં આવે અને ઉડતી ધૂળની ડમરીઓથી છુટકારો મળે તેવી રજૂઆત કરી હતી.સ્થાનિક મહિલા ભાવનાબેન જાશીએ કહ્યું કે, ચોમાસાની શરૂઆતથી જ આ હાઈવેલી આવી હાલત છે. પ્રથમ વરસાદથી જ હાઇવે ધોવાઈ ગયો હતો.  આથી હાઇવે પર અસંખ્ય મોટા ખાડા પડી ગયા હતા. જેને કારણે જીવલેણ અકસ્માતો પણ સર્જાયા હતા. અને નિર્દોષ લોકોએ જીવ પણ ગુમાવવાનો વારો આવ્યો હતો. તો અન્ય મહિલા રીતાબેન પટેલે કહ્યું કે, અમે હાઇવે ઓથોરિટીની સાથે સંબંધિત વિભાગને પણ લોકોએ રજૂઆતો કરી અને હાઇવે રીપેરીંગ કરવાની માંગ કરી હતી. વરસાદ વખતે તો હાઈવે પર ખાડાઓમાં પાણી ભરાઈ જતા અકસ્માત થતા હતા. પરંતુ વરસાદ રોકાયા બાદ હાઇવેની હાલત વધુ ખરાબ થઈ હતી અને જ્યારે વરસાદ બંધ થઈ જાય છે, ત્યારે હાઇવે પર ધૂળની ડમરીઓ ઉડે છે. આથી હાઇવે પરથી પસાર થતા વાહન ચાલકોની સાથે અમે સ્થાનિક લોકો પણ પરેશાનીનો સામનો કરવો પડે છે. આમ, આજે લાંબા સમય સુધી મહિલાઓએ નેશનલ હાઈવે બાનમાં લઈ લેતા હાઇવે પરથી પસાર થતા વાહનોના પૈડા થંભી ગયા હતા. આથી પોલીસ પણ દોડતી થઈ હતી. પરિસ્થિતિની ગંભીરતા જાતા હાઇવે ઓથોરિટીના જવાબદાર અધિકારીઓ પણ પહોંચ્યા હતા અને લોકોની રજૂઆતો સાંભળી અને પોતાનો લુલો બચાવ કર્યો હતો.આવું પહેલીવાર નથી થયું. પ્રથમ વર્ષ નથી. દર વર્ષે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે ની હાલત ચોમાસામાં આવી જ રહે છે. પ્રથમ વરસાદથી જ હાઇવે ધોવાઈ જાય છે. ચોમાસામાં હાઈવેના રીપેરીંગ માટે કરોડો રૂપિયાના ખર્ચ કરવામાં આવે છે. પરંતુ તેમ છતાં પરિસ્થિતિ ઠેરની ઠેર છે. આખું ચોમાસું વાહનચાલકોએ પરેશાન થવું પડે છે. ત્યારે હાઇવેની આવી ખરાબ હાલત અંગે જવાબદાર કોન્ટ્રાક્ટર અને એજન્સીઓ સામે દાખલા રૂપ કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.