સવાર પડયું. દોલુભાની નિંદર ઉડી આંખો ચોળતાં ચોળતાં બહાર આવ્યા ત્યારે રણમલ તૈયાર થઇને ખાટ ઉપર બેઠો હતો.
‘રણમલ જાય છે…’ દોલુભાના પત્નીએ દોલુભાને કહ્યું.દોલુભા રણમલ સામે તાકી રહ્યાં. રણમલે પોપચાં ઊંચા કરીને બાપ સામે જાયુંઃ દોલુભા દીકરાની આંખોમાં તાકી રહ્યાં. એ આંખોમાં જાણે ભારેલો અÂગ્ન હતો. કૈંક ધુંધવાતું હતું. કૈંક સળગતું હતું. દોલુભાને ધ્રાસ્કો પડયો , કયાંક ગાદલા નીચે સંતાડેલું પેલું ખત તો નથી વાંચી ગયો ને ?? ’ એ દીકરાની આંખોનાં ભાવ વાંચવા લાગ્યા. રખેને, કયાંક કદાચ એ જ બાબતનો જ ગુસ્સો એ આંખમાં વંચાઇ જાય, એ દીકરાની આંખોનાં તળ પછી તળ ઉકેલતા ગયા પરંતુ એ તળનો પાર આવ્યો નહીં.
‘કયારે પૂગીશ ?’ મૌનની કરાલ ભેખડોને તોડવાનો મિથ્યા પ્રયાસ કરતા દોલુભા બોલ્યા ‘ બપોર તો ચડી જાશે.’
‘બપોર ચડે, સાંજ પડે કે રાત થઇ જાય… મારા હાથમાં તો કાંઇ નથી ? એસ.ટી. જયારે પૂગાડશે ત્યારે પૂગીશ.’ અંદરને અંદર ધુંધવાતી લાગણી બહાર ધસી આવી. પછી પડખે પડેલું સાંઠીકડું ઉપાડી તેના બે ભાગ કરતા બોલ્યો ઃ ‘ ગમે ત્યારે પહોંચું, પણ પહોંચી જઇશ, પાછો નહીં આવું. એ ચિંતા નહીં કરતાં.’
‘હાય મા…’ દોલુભાના પત્નીએ છાતી માથે હાથ મૂકી દેતા હાયકારો ભણી ગયા ઃ ‘ તું એવું શું નભરયું બોલતો હોઇશ ? તારે ભણવા જવાનું છે, ધીંગાણે નહીં સમજ્યો ? ’
‘હા, પણ નડતરને કયાં લગી ઘરમાં બેસાડી રાખવાનું હોય મા ? ’
રણમલે ક્રુધ્ધનજર મા અને બાપ, બન્ને ઉપર નાખી ઃ ‘ ઘરમાં તો હું તમને નડુ છું ને? એટલે તો આ વેકેશન પડવાટાણે ઘરમાંથી મને બહાર કાઢો છો. દીવાળી ઉપરતો ઘરનું છોકરૂં વેકેશનમાં ઘરે આવતું હોય એને બદલે મારે ઘર છોડવું પડે..’
‘ખાલી પંદર – વીસ દિવસ છે ને? પછી તો વેકેશન પડી જ જવાનું છે. અને અમથુંય તારા મામાના સમાચાર અને કોલેજની ટપાલ પણ આવી છે,
દીકરા ! અમને કાંઇ શોખ નથી થયો.’
‘શોખ તો મને ય નથી, આ મજબૂરી છે.’ બોલતો બોલતો ઊભો થયો.
‘ જે હોય ઇ ! મૂકો પડતું. હું તો જા આ હાલ્યો. હવે દીવાળી ઉપર કદાચ આવું કે ન આવું, વાટ્ય નહીં જાતા. ’
‘તું એમ કાં બોલે છે દીકરા…’ માનો અવાજ ગળગળો થઇ ગયો ‘જાવું હોય તો સારી સારાઇએ જા. બાકી, થેલો ખૂણામાં મૂકી દે બસ ? આંખો લૂછતા બોલ્યા ઃ ‘ આવું વહરયું વેણ કાઢે છે, તે પણ તને રમત થાતી હશે. અહીં મારે કાળજે કરવત મેલાય છે.’
‘અરે મા, એવું નથી કહેતો…’ રણમલ હવે કંઇક કૂણો પડયો ‘ હું એમ કહુ છું કે હોસ્ટેલમાં રહેવાનું છે તો મારા બધા ભાઇબંધોએ દીવાળીના તહેવારોમાં આમ આબુ – અંબાજી અને રાજસ્થામાં જાધપુર ઉદયપુર, જયપુર બેચાર ઠેકાણે ફરવા જવાનો પ્લાન બનાવ્યો છે. એટલે આમે આઠ દસ ભાઇબંધ ત્યાં જશું દીવાળીને વળતે દિ’ લગભગ આવી જશું. એટલે ચિંતા ન કરો.’ બોલતા એણે ડગલુ ભર્યું.
‘ તો ઠીક…’ માએ થોડું દોડીને એના માથે હાથ ફેરવ્યો અને પછી પતિ સામે જાયું ઇશારો કર્યો એટલે દોલુભાએ ખીટીએ ટીંગાતા પહેરણના ખિસ્સામાંથી પૈસા કાઢીને તેને આપ્યા. કહ્યું ‘ લે આ તું ફરવા જવાનો છો એના માટે – ’
રણમલનું મન નહોતું પણ ખિસ્સામાં એવી કોઇ રકમ પણ નહોતી એટલે લેવા પડયા અને ચાલતો થયો. કે દોલુભાએ કહ્યું ‘ઊભો રે , હું કોગળા કરી લઉ, બસ સ્ટેન્ડે હું ય આવું છું. ’ બાપની સાથે નીકળવાની ઇચ્છા તો નહોતી પણ માના આગ્રહ આગળ એણે નમતું જાખ્યું બાપ દીકરો બસ સ્ટેન્ડે પહોંચ્યા, ત્યાંજ ભાંગ્યા તૂંટ્યા બસ સ્ટેન્ડના બાંકડા ઉપર ભીમો પણ બસની રાહ જાઇને બેઠેલો દોલુભાએ જાયો. આડો દિવસ હોત તો ભીમાને બોલાવતેય નહીં પણ આજ એ જાણવું જરૂરી હતું કે ભીમો વળી કિયા ગામ ગામતરે હાલ્યો ?
એ કાં ભીમા ? ખોટે ખોટા દાંત કાઢતા અને લાગણી બતાવતા દોલુભાએ ભીમાની સામે જઇને પૂછયું ઃ ‘ તે વળી કયાં ફેરી કાઢી?’
‘ફેરી નથી.’ ભીમો દાંત ભીંસીને બોલ્યો દેવળિયા કાણ્યે જવું છે. ’
‘વળી શું થયું ? કોણ ? ’
‘ મારા ફુઆ દેવ થઇ ગયા છે. આજ પાણીઢોળ છે એટલે…’
‘ સારૂ…. સારૂ… જઇ આવ જઇ આવ. પણ જે રામ પટેલ તો સાવ નરવા હતા એકાએક ? ’
‘પાંચમની છઠ્ઠ કયાં થાય છે દોલુભા ?’ ભીમાએ સત્યવચન કાઢયા અત્યારે આપણે હાલતા ચાલતા બોલતા હોઇએ અને અડધી જ કલાકમાં ખેલ ખતમેય થઇ જાય. કાંઇ આપણું ધાર્યું થોડું થાય છે ? ધાર્યું ધરણીધરનું બધી ઉપરવાળાની લીલા છે.’
‘સાવ સાચી વાત કરી હોં ભીમાભાઇ તમે – ’ રણમલે પણ મરમ કર્યો.
‘ આ જિંદગીનું કાંઇ નક્કી નથી કયારે કોણ, કઇ રીતે આપણો દાવ લઇ લે, કશું નક્કી જ નથી, કલાક પહેલા આપણી હારે ચા પીનારો કલાક પછી આપણી જ પીઠમાં ખંજર ભોંકી દે…કાંઇ કહેવાય જ નહીં.’
‘કળજૂગ છે ભાઇ…’ ભીમાએ કહ્યું ‘ ચારેબાજુ દગા ફટકા, મારા મારી કાપાકાપી, લૂંટફાટ અને હલકટનાં કામો થઇ રહ્યાં છે કોણ કોને રોકે ?’
‘હવે કોઇથી કોઇ વસ્તુ રોકાવાની નથી અને આમ જુઓ તો ધરતી ઉપરનો જેટલો ભાર ઓછો થાય એટલું સારૂં પાપી પાપે જાય અને કાંટે કાંટો જાય. ઘણીવાર સંબંધોના બગીચામાંય આડેધડ કાંટા ફૂટી નીકળતા હોય છે ઇવડા ઇ ફૂલને સુખેથી જીવવા નથી દેતા એવા સમાજમાંય કાંટા છે, એવા
કાંટોઓને તો કચડી જ નાખવા જાઇએ.’
-ભીમો અને દોભા આમને સામને તાકી રહ્યા અને પછી રણમલ સામે તાકી રહ્યાં રણમલ શું કહેવા માંગતો હતો એ બેમાંથી એકેયને ન સમજાયું પણ એટલીવારમાં ડમરી ઉડાડતી બસ આવી અને સાત આઠ પેસેન્જરો સાથે, રણમલ અને ભીમો પણ બેસી ગયા.
બસ ચાલી ગઇ, પાછળ રહી ગઇ ખાલી ડમરી…
—–
આજે રસ્તો સાવ ચોખ્ખો થઇ ગયો હતો. આંકડેમધ અને માખિયું વગરનું. દોલુભાને થયું, તેજુ હમણાં જ વાડીએ જવા નીકળશે એટલે તેઓ પણ ઝટપટ ઘરે જઇ નહાઇ ધોઇ ભગવાનને અને માતાજીના ફોટાને દીવાબતી કરી, બંડીના એક ખિસ્સામાં પેલું લખાણ ખત મૂક્યું બીજા ખિસ્સામાં પંદર હજાર રોકડા નાખ્યા અને હાલતા થયા કે ઘરવાળાએ તેમને ઊભા રાખતા કહ્યું ‘ હવે મેડો આખો કપાસથી ભર્યો છે. આજે વાલચંદ શેઠ સૂરજગઢથી કપાસ ભરવા આવશે. અટાણે સારો ભાવ હાલે છે તો અડધો પડધો આપણે ય ધાબડી દોને.’
‘તમને બૈરાંને શું ખબર પડે ’ દોલુભા ખિજાઇ જાતા બોલ્યા ‘ જે પચીસ મણ વેચ્યો એના ભાવ બીજા કરતા દોઢા ભાવ આવ્યા. બાકીનાએ ઉતાવળ કરીને કાઢી નાખ્યો અને વાલચંદનુ ક્યો છો, પણ એને ન અપાય. ચારપાંચ દિ’ પછી સુજાનગઢથી લખમીચંદ આવવાનો છે. હકા પટેલનો બસ્સો મણ કપાસ એમણે રાખી લીધો છે, ઇટાણે અમે બેઠક કરશું વાલીયા કરતા સો રૂપિયા વધારે છૂટશે
સમજ્યા ? ’
‘તમને ઠીક લાગે એમ કરો, મારે શું ? ’ કરતા તેમના ઘરવાળા પગ પછાડતા રસોડામાં ચાલ્યા ગયા અને આ તરફ દોલુભાએ ઘોડીની ડામણી છોડી. એક – બે ઠેકાણે ઊભા રહેતા રહેતા સીમને રસ્તે પડયા ત્યારે સૂરજદાદા ઘણે ઊંચે ચડી ગયા હતાં. પણ એમણે ઘોડીને પાદરમાંથી બહાર કાઢી, ત્યાં ખાસ ખટકો રાખીને ચમનો બેઠો જ હતો આજ આખી રાત સૂતો ન હતો. એટલે જેવા પાદરમાંથી દોલુભા ઘોડી લઇને નીકળ્યા અને આથમણી સીમ બાજુ ફંટાયા એટલે એના મગજના શંકાના કાનખજૂરા દોડવા માંડયા.
‘આહોહો નક્કી ભીમાની વાડી બાજુ જ જવાનો’ મનોમન ચાર પાંચ ગાળો બોલી જતો ચમનો બબડયો ‘ એક હાળા ભીમલાને કાંઇ ખબર પડતી નથી અને પંડય પાછળથી ખેલરમત ને છાનગપતિયા થાય છે અને આ તેજુભાભી કોણ જાણે એમને શું વળગાડ વળગ્યો છે તે ઘરની આબરૂનું લીલામ કરવા બેઠા છે. કોણ જાણે પિયરમાં કેટલાયને હાર્યે લાગઠાં થઇ ગયા હશે કાંઇ ખબર નથી પડતી અને ભીમો છે સાવ ભોળિયાનાથ જેવો સાવ ભોળોભટ્ટાક ! અને આ તેજુભાભીએ એને શું મંતરેલો દોરો બાંધી દીધો છે કે જાદુ ટોણાં કર્યા છે, એની આંખ જ ઉઘડતી નથી. શું કરવું ? કાઇ સમજાતું નથી…’ બોલતો બોલતો ઉભો થયો. આંખ્યે નેજવું કરીને તાકી રહ્યો. કે દોલુભા કઇ તરફ વળે છે ? પણ આ શું ? ઘડીકની વારમાં તો દોલુભા કયાં અલોપ થઇ ગયા ખબર જ ન પડી નક્કી, નક્કી, આ ડોહો કાર ગઠિયો છે અરે ! ડોહો જ શું કામ ? એનો દીકોરય ખેલાડી છે આ બાપ – દીકરો ભોળિયા ભીમલાને ઝેર ન પીવડાવે તો સારૂં છે ! ’
– આ તરફ ઉંડી નેળ આવતા જ દોલુભાએ ઘોડીને પગની એડી મારી અને ઘોડી તબડક તડબક કરતી રેવાલમાં હાલવા લાગી.’ આજ મોકો છે. આજે મોકો ખરેખરનો છે…’ મનમાં ને મનમાં સવાલાખના સપના સેવતા દોલુભા તણખૂણિયે આવીને ઊભા રહ્યા. અહીંથી ત્રણ મારગ ફાટતા હતાં એક કેડો ડુંગરાની ધાર વિંધીને સજનપુર તરફ જતો હતો. એક કેડો વાડીયું ભણી જતો હતો. એક કેડો સામેની લીંબડિયું વટાવીને ખારામાં વહ્યો જતો હતો અને ખારામાં જ ભીમલાનું ખેતર હતું.
પણ, કહેવાતો હતો તો ખારો, પણ ‘ખારો’ હવે મીઠો બની ચૂક્યો હતો. અને એમા ભીમાની અને તેજુના પરસેવાની મહેંક હતી. દોલુભાએ પાછળ જાઇ લીધું કે કોઇ આવતું તો નથી ને ? પણ ના, કોઇ નહોતું પણ એમને ખબર નહોતી કે ચમન વાજાવાજ જ
આભાર – નિહારીકા રવિયા હાલ્યો આવતો હતો ઉતાવળા પગે ! એમણે ઘોડીને બરાબર ભીમાની વાડીની ઝાંપલીએ ઊભી રાખી. જાયું તો , તેજુ નજર સામે જ ઊભી હતી ! દોલુભાનું હૃદય ધબકારો ચૂકી ગયું.
(ક્રમશઃ)
આભાર – નિહારીકા રવિયા