ગામની હેઠલી શેરીમાં છેવાડે આવેલા બંધ શેરીના ખૂણે આવેલા ભીમાના ઘરની અંદરના ઓરડાની માલીપા ફાનસનું અજવાળુ ઝળહળી રહ્યુ હતું! હતી તો શિયાળુ રાત, પણ એમ લાગતું હતુ કે આષાઢી માઝમ રાત છે. પવનનાં સૂસવાટા હતા. વરસાદ ભલે સાંજૂકનો રહી ગયો હતો. પણ ગોરંભો તો કોઈ શિકાર ઉપર ત્રાટકવા બેઠેલા ચોંપદાર વરૂ જેમ ટાંપીને બેઠો હતો. અને એ ત્રાટકે એનુ કાંઈ નક્કી નહોતું.
તેજુને મનમાં જબરસ્ત ધાસ્તી હતી કે વરસાદ ત્રાટકે નહી તો સારુ! વરસાદ ત્રાટકશે તો રંગમાં ભંગ પડશે!
એક તો બાજુના ઓરડામાં હજીય હકડેઠઠ કપાસ ભર્યો છે. ઓણસાલ નળિયા ચળાવ્યા તો છે છતાં પણ ઝીંણા ઝીંણા ચૂવા તો થાય જ છે. તેજુએ નબળા વિચારોને પાટુ મારીને જાણે આઘેને આઘે હડસેલી લીધા. દ્વારકાધીશને પ્રાર્થના કરી કે હે નાથ! મારી લાજ રાખજે.
અસ્સલ નવાનકકોર રબારી ભરત ભરેલા ઓછાડ નીચે સવામણ રૂની તળાઈ પાથરેલી હતી એવા ઢોલિયા ઉપર દોલુભા બેઠા! પોંચા વાદળો જેવા રૂની બનેલી તળાઈમાં બેઠા ભેગા જ તેઓ આફરીન થઈ ગયા. ‘તેજુ…’ બંડીના ખિસ્સમાંથી એક ઘરેણાનું નાનકડુ બોક્સ કાઢયું.
‘શું છે?’ તેજુએ અડોઅડ બેસી જતા,દોલુભાના હાથ હાથમાં લેતા આંખોમાં નેહ છલકાવીને પૂછયુઃ
‘સોનાના ગોળવા, બંગડી…!!દોલુભાએ કચકડાનું બોક્સ ખોલ્યુ અંદરથી દોઢ દોઢ તોલાની ચૂડા જેવી બે બંગડી નીકળી!
‘‘અરે વાહ…….’’ તેજુની આંખો જાણે ચાર થઈ ગઈ. ‘સોનાની બંગડી?’
‘હા,તેજુ…..સોનાની બંગડી…’ દોલુભાએ એકહાથે તેજુને ઓરી ખેંચીઃ
‘તારી હાટુ………’કરતા દોલુભાએ બંગડી તેજુના બન્ને હાથમાં પહેરાવી દીધી.
‘ઓહોહો સરકાર…..ધન્ય થઈ ગઈ….’’ દોલુભાને ખભે માથુ ઢાળી દેતા તેજુએ કહ્યુઃ ‘ચોવીસ કેરેટનું લાગે છે. ચળકે છે કેવું?’
‘તારી જેવું….’’ દોલુભાએ તેજુને બકી ભરતા કહ્યુઃ ‘તું ય મારી સોનું જ છો ને? સોના જેવી સોનું…..’
‘બસ હવે….તેજુ આઘી હટી ગઈ;અને પોતાના ગાલ પંપાળતી છણકો કરતી કહે; મારી
આભાર – નિહારીકા રવિયા પાહે આવ્યા પહેલા મફા વાળંદ પાસે જઈ આવ્યા
હોત તો? આ તમારી દાઢીના કાંટા! કેવા લાગે છે? -!ગાંડા બાવળની શૂળ જેવા….’
‘એ તો ઘડીક વાગે. પછી ઈ જ કાંટા મીઠા મીઠા લાગે…’દોલુભા ખડખડ હસ્યા. તેજુને લાગ્યુ કે ડબામાં કાંકરા ખખડે છે!
આ જીવતેજીવ કાંઠે આવી ગયેલા ડોહાની શરીર પામવાની લાલસા ઉપર જ હસી પડી.
‘મારી વ્હાલી….મારી સોનું…મારા કાળજાનો કટકો…..જરાક ઓરી વઈ આવ…ને…’’ કરતાં દોલુભાએ તેને ફરીને બથબથાવીને ખેંચી પણ ,તેજુ એ જ વખતે ઉભી થઈ ગઈ. દોલુભાએએ બન્ને હાથમાં પહેરાવેલી બંગડી વારાફરતી કાઢી. અને કચકડાના બોક્સમાં મૂકી.
‘‘તેજુ…..’’ દોલુભા ઉંચા થઈ જતા તેજુનો હાથ પકડીને ખેંચતા કહે; ‘મારી સોનકી…..’’
‘‘એક મિનિટ મને મૂકો. આ બંગડી હું સામેના કબાટમાં મુકતી આવુ. પછી આવુ….’’
‘સારુ, પણ અંદર જા, ચાર બંગડીવાળુ મૂકેલુ બીલ પણ છે! બીલ તારા નામનું છે. હસ્તે મારુ નામ છે. ભવિષ્યે એ તને ગમે તો ગમે, આમાં કોઈ સુધારો વધારો કરવો હોય તો ચંદુ સોની પાસે બીલ લઈને જાજે.’’
‘‘અરે,જે આદમીએ દિલથી જે જણસ મને ઘડાવી દીધી હોય. એ જણસના બીલનું શું કામ છે? છતાંય તમે લઈ આવ્યા ઈ સારુ કર્યુ. મારે ઈ બીલ બહું કામમાં આવશે.’’ એમ કહીને કચકડાના બોક્સને તળિયે મૂકેલુ બીલ કાઢયુ. ચારગડી ખોલી અને ટીંગાતા ફાનસને અજવાળે વાંચ્યુ તો બીલ એના નામનું જ હતુ. હસ્તકમાં સોનીએ દોલુભાનુ નામ લખ્યુ હતુ.!
‘સરકાર….’ ‘‘ બોક્સને માથે અડાડતા તેજુએ દોલુભા સામે મીઠી નજર નાખીને કહ્યુ; ’’ આટલુ પ્રેમથી તો ભીમાએ ય એકેય ઘરેણુ મને ઘડાવી દીધુ નથી. સમજયા? આ…તમારી ને મારી એવો તો કેવી લેણદેણ? કે આપણા સગપણનું કોઈ નામ પણ નથી ને….તમે તો વગર સગપણે મને જાણે પોતાની કરી દીધી. અને પછી બોક્સને સામેના કબાટમાં મૂકીને પાછી વળી અને દોલુભાને અડતી બેસી ગઈ;‘‘હવે તો જનમોજનમના મારા ધણી તરીકે તમે જ મળજા……’’
-દોલુભા પાણી પાણી થઈ ગયા; ‘તેજુ….તેજુ….તેજુ…’
‘બોલો સરકાર…’ કાજળઘેરી આંખ્યુનો ઉલાળો કરીને મારકણું હસી પડતી તેજુ કહે; ‘ખાલી તેજુ….તેજુ..જ બોલશો કે બીજુ કાંઈ બોલશો?’
‘આંયા ઓરી વઈ આવ્ય…..’
દોલુભાએ બન્ને હાથ લંબાવીને તેને કસી લીધી અને પછી એની ઓઢણી અળગી કરી નાખી. તેજુ હસી પડી. તેજુનુ લૂંબઝૂંબ જાબન જાઈને દોલુભા ધકધક થઈ ગયા. ત્યાં જ તેજુ ઉભી થઈ ને ફાનસની શગ જરાક અમથી ઝાંખી કરીને પાછી અડતે આવીને બેસતા,દોલુભાના ગાલે પોતાના હાથ રગડતા બોલી;‘‘ધીમે…ધીમે….બહુ ઉતાવળ સારી નહી’’ અને પછી હસી પડી.
‘‘ના,તેજુ….’’ ઉપરતળે થઈ જતા દોલુભાનો સ્વર તૂટતો ગયો; ‘હવે તો..તેજુ દોલુભાથી
છુટવા મથી પણ એ પહેલા તો દોલુભાએ એને બાવડાની ભીંસમાં લઈ લીધી હતી. તેજુ પડી રહી. કૈંક વિચારીને! ત્યાં જ અચાનક કૈંક યાદ આવતા જ દોલુભા બોલી ઉઠયા; તેજુ તે વાત કરી એ જ પ્રમાણે બધી તૈયારી કરીને નીકળી ગયો છું. આપણે ભીમલો નથી એટલા દી’ મોજ કરી લઈએ. પ્રાગટયવાસે નીકળી જાવુ છે ને મારા સૂરજગઢવાળા ખેતરે? ત્યાં બધી જ વ્યવસ્થા ભાગિયાએ કરી નાખી છે.’’
‘‘હા……હા……સરકાર…….આપણે વહેલી સવારે નીકળી જ જવુ છે. આ બેચાર દિ’ તમે અહીં ભલે રાતે રાતે આવો પણ કોઈક જા જાઈ ગયુ ને? તો ફજેતો થશે એની કરતા તમારી સૂરજગઢવાળી વાડીએ જ….’
‘પણ ભીમલો? નહીને કયાંક ભીમલો કાલ આવી ગયો તો?
‘ઈની ઉપાધિ કરોમા.! ઈ નપાણિયામાં તો કયાં પાણી જ છે? ઈ નમાલો તો અટાણે ગીરનાર ફરતે જંગલમાં કયાંય ભટકતો હશે. ખાખરાની ખીંસકોલી આંબાના રહમાં શુ જાણે? આવુ અઢળક જાબનને રુપ રુપના અંબાર જેવી બાયડીને માણવાનું એનુ ગજુ નહી. આ રૂપ તો તમારા બરનું છે. ઈ તો તમારા ઓરડે જ અરઘે, ભીમલાને ઓરડે નહી. આજ તો ભોગવી લો એને…..,નિરાંતે…’’ ‘‘હા,તેજુ, આજ તો હું મારા ભવભવની ભૂંખ ભાંગી નાખીશ.’
‘‘તમારી જ તે? મારી નહી?’’
‘‘બેયની તેજુ..બે યની..કહી, દોલુભાએ એને બાંહોમાં લઈ લીધી.
અનુસંધાન પાના નં.૭
sanjogpurti@gmail.com

જોગગ-સંજોગ
-બરાબર ત્યાં જ આ બાજુની શેરીવાળી ખડકીની સાંકળ ખખડી ઉઠી!!
‘કોણ ભીમલો આવ્યો કે શું?’
કહેતા દોલુભા બીકના માર્યા તેજુથી અળગા થઈ ગયા. અને કપડાની કસની દોઢગાંઢ બાંધતીકને તેજુ ઉભી થઈ ગઈ.
‘હવે ?’ દોલુભા ફફડવા માંડયા.
તેજુ હસી, ‘‘ ઉપાધી કરો મા. ભીમો હોય તો ભલે હોય. હું તેને સમજાવી દઈશ અને બાજુના ઓરડામાં જ સૂવડાવી દઈશ. બસ, તમે આ ગોદડા ચારેકોરથી ઠાંસી ઓઢીને સૂઈ જાવ…’’ કહી દોલુભાને સૂવડાવી,ઉપર એકીસાથે કાબરચીતરા રંગના બે ગોદડા ઓઢાડીને બહાર નીકળી. ખડકી ખોલી તો એક બુકાની બાંધેલો ઓળો અંદર દાખલ થયો. તેજુ ઓળખી ગઈ. ત્યાં જ ઉભી રહી ગઈ. દબાતે અવાજે એ બોલી; ‘જરાક જાળવીને..અંદરના જ ઓરડે…સંચળ નો કરતો.’’
મોઢું હલાવીને ‘હા’ નો સંકેત કરીને ઓળો હળવે પગલે અંદર દાખલ થયો. ફાનસના ઝાંખા પીળા અજવાળામાં ઢોલિયા ઉપર ગોદડું ઠાંસીને સૂતેલા આદમીને જાઈને ઓળાએ નેફામાંથી જમૈયો કાઢયો.
મોઢાના આકાર તત્ક્ષણ પારખી લઈ, ઠાંસીને ગોદડું ઓઢેલા દોલુભાનુ મોઢુ-ગળુ દાબી દીધુ. દોલુભાએ ઘણા ધમપછાડા કર્યા. પણ એ પહેલા તો આળાએ પૂરેપૂરા ઝનૂનથી ખચાક…..ખચાક…..કરતા એકસામટા એકથી અગિયાર ઘા…
બાવડા સુધી ઉડેલા લોહીના છાંટાને તે જીતના ગુમાનથી તાકી રહ્યો. વાંહામાં ચૂભતુ ડોભાળિયું હવે મસળી નાખ્યુ હતુ.!! કાંટો ભાંગી નાખ્યો હતો. હવે તો લાશને સગેવગે કરવાની હતી. પણ એમાં ઝાઝો વખત બગડે એમ નહોતુ. આગોતરુ વિચારી જ રાખ્યું હતું!!!
રસ્તો ચોખ્ખો થઈ ગયો હતો. હવે તો એ જ રસ્તા ઉપર પોતે તેજુના હાથમાં હાથ પરોવીને ઉતરી જાશે.-ગાંડી ગર્યમાં! અને પછી તો તેજુનુ જાબન… એ મદીલી રાત્યું…..તેજુની જુવાની ને સવળોટી કાયા, પોતાના પડખાને રંગતથી ભરી દેશે…!
-ભીમલો હવે પતી ગયો છે એમ માનીને ઓળાએ પાટલૂનના ખિસ્સામાંથી બેટરી કાઢી. અને મોઢા આડે રહેલા બેય ગોદડા હડફ કરતા ખેંચ્યા. પણ મરનારનો ચહેરો જાતા જ તેના મોઢામાંથી રાડય ફાટી ગઈ. તે ફાટી ગયેલા અવાજે ચીખી ઉઠયો; ‘બા..પુ…’
પણ બાપ હવે કયા બોલી શકે એમ હતો?
દોલુભા નિશ્ચેતન અવસ્થામાં,ફાટેલા મોઢે અને ફાટી ગયેલી આંખે રણમલ સામે તાકી રહ્યા હતા.
‘‘તેજુ..તેજુ…..તેજુ…’’ રણમલની ચીસમાં પડછંદા ચારેકોર ફરી વળ્યા.
પણ તેજુ કયાં ત્યાં હતી? તેજુ તો એ વખતે-
સોનગરાના ઘૂનાની ઉંચી ભેખડ ઉપરથી એ જ વખતે એક †ી’ હે મા! ફલકુ!! હે મારી મા!! આ દેહ ઉપરના ડાઘ તારા પાણીથી ધોઈ નાખજે…’ કરતી ભફીંગ કરતા ખાબકી અને ઉંડા પાણીમાં ઉપરથી પડી ફલકુના ઉંડા ઉંડા પાણી માથોડું માથોડું ઉછળી ગયા……
બીજા દિવસે છેક સાંજે ચાર વાગ્યે લાશનું પોસ્ટમોર્ટમ થયુ. ને દિ’ ડૂબી ગયો ત્યારે બાપને બાળીઝાળીને સ્મશાનેથી પરબારો પાછો વળેલો હાથમાં હથકડી સોતો રણમલ, પંચાયત ઓફિસે આવ્યો ત્યારે તેજુ પોલીસ ઈન્સ્પેક્ટર રોઠડને પોતાની જુબાની લખાવી રહી હતી;‘‘પંદર વીઘાનું ખીજડાવાળું ખેતરડું, અને પંદર હજાર રૂપિયા રોકડા દોલુભાએ મારે નામે કરી દીધા. ઈ રણમલને મુદલ ગમ્યુ નહોતુ. સાહેબ! મારે કંઈ જાતુ નહોતુ. પણ બાપુને ખોળે એકેય દીકરી નહોતી એ રંજ એમને ખૂબ પીડતો હતો. એકવાર વાડીએ આવીને મને કહ્યુ કે તારા જેવી એક દીકરી હોત તો મારા મનની વાત પીડા કે દર્દ એને કહી શકેત. સાહેબ! ઘણીવાર એક આદમી પોતાની પત્ની સામે ખુલી નથી શકતો પણ દીકરી આગળ રૂદિયાના ભોગળ ખોલી નાખે છે. મેં કહ્યુ હતુ કે; આજથી તમારી દીકરી હું!! પણ બાપુએ પંડયની દીકરી જાણીને મને આ બધુ બક્ષિસમાં બાપ બનીને આપ્યુ, એમા બાપ-દીકરી વચ્ચે અંટશ પડી ગઈ હતી. એમા એકવાર રણમલે વાડીએ આવીને મારી આબરૂ ઉપર હાથ નાખ્યો અને એમા બાપુએ રણમલને બે ચાર શબ્દો ઠપકા રૂપે વસમાં લાગે એવા કહ્યા, એમા એ અંટશ વેરની ગાંઠય બની ગઈ! રણમલ, દોલુબાપુને,એક સગા બાપને ઠાર મારવાનો મોકો જ માગતો હતો એ બાપુને ખબર પડી ગઈ હતી એટલે એ પોતાની ઓરડી બહાર નીકળ્યા જ નહોતા. પણ બરાબર, આ બે સોનાના ગોળવા આપવા બાપુ કાલે રાતે મારા ઘરે આવ્યા, ને રણમલને મોકો મળી ગયો. ને મારી જ હાજરીમાં રણમલે, બાપુને જમૈયાના અગિયાર ઘા ઝાંકી દીધા. એને તો એમ કરીને ખૂનનું આળ મારા ધણી પર જ નાખવું હતુ. પણ વખતને કરવું ને મારો ધણી તો ગિરનારની પરકમ્મા કરવા રવજી આતા હારે નીકળી
આભાર – નિહારીકા રવિયા ગયો હતો. મારા સતનો આધાર…ઉપરવાળાનો સાહેબ! ઈ તો બધુ જાવે છે ને?….
‘રાંડની….’’
-પણ, ત્યાં જ હથકડી સો તો રણમલ,તેજુ સામે ધસી ગયો. તેજુ પાછી હટી ગઈ. રણમલે પાટુ ઉગામ્યુ પણ એ આગળ વધે એ પહેલા જ પોલીસ કોન્સ્ટેબલ સરવૈયાએ કાંઠલેથી ઝાલીને રણમલને જીપના ઠાંઠિયે ફંગોળી દીધો હતો!!!
આ બનાવ બની ગયા પછી-
-ચમન ગામ છોડી કયાં જતો રહ્યો એની કોઈને ય જાણ નથી. અને કામદાર કેમ અચાનક પાગલ બની ગયા, એનું રહસ્ય ગામ લોકો જાણી શકયા નથી!!
– ફલકુ હજીય મંદ મંદ મલકતી, પોતાના પેટાળમાં આવા કૈંક રહસ્યો જાળવીને વહી રહી છે. એના ઉંડા પાણીનો તાગ કોઈ લઈ શકે એમ કયાં છે? ગામે ગામ એક ફલકું આમ જ વહેતી હોય છે.(સમાપ્ત)