નગરમાં કલેકટર વિક્રમસિંહના આલિશાન વિશાળ પટાંગણમાં બંગલો, બંગલામાં માત્ર પત્ની માયાવતી અને પુત્રી પ્રવિણા આમ માત્ર ત્રણ જ સભ્યોનો નાનકડો પરિવાર. તેમના બંગલામાં અન્ય સગા બહેન, માસીના દીકરા – દીકરીયું આનંદ ખેલ-કુદ કરતા હોય ઘણા ઓરડા તે પૈકી પ્રવિણા માટે સુવા બેસવાનો રૂમ એકાદ તેને અભ્યાસ માટેના અલાયદો ઓરડો નાનપણથી નાની પ્રવિણાને સારા સંસ્કારના સિંચન માટે એક આયા બાઇને પગારદાર તરીકે રાખેલ. નાનકડી પ્રવિણા આયા સાથે ખૂબ આનંદ પ્રમોદથી રહે. પ્રવિણામાં નાનપણથી સારા સંસ્કાર અને સદ્‌ગુણ વિકસેલા એટલે નોકર – ચાકરો, વડીલોને માનથી બોલાવતી. કોઇ સાથે તોછડાઇભર્યું વલણ જ નહીં.
મોટા મોટા બંગલા હોય પણ શ્રીમંતોની ફળદ્રુપતા ઘણી ઓછી હોય. આવા મોટા બંગલામાં માત્ર એકાદ છોકરૂં છૈયું હોય અને ઘણા ઓરડા ખાલી ખામ ધૂળ ખાતા હોય.શ્રીમંતોને ત્યાં એક – બે સંતાનને હથેળીમાં રાખે તોય દુબળા – પાતળા પેપલા હોય.વિક્રમસિંહે પોતાના પરિવારમાં મદદ માટે એક આદિવાસી છોકરો રાખેલો નાનપણથી તે કલેકટરને ત્યાં પેટિયું રળતાં. કલેકટરના ઘરમાં અવાર નવાર મીઠાઇ, વાનગી વગેરે થતાં હોય તેથી મેઘજીને ખાવા – પીવા મળતાં તંદુરસ્ત રહેતો.
પ્રવિણાને ભણાવવા એક ઇંગ્લીશ ટીચર આવતાં મેઘજી કલેકટરના કામ કરતાં કરતાં પ્રવિણાના ભણતરમાં ધ્યાન પરોવતો તેથી સાથે ધીરે ધીરે શિક્ષણ મેળવતો થયો. ભણાવવા આવનાર સંજય સાહેબને મેઘજી પ્રત્યે કરૂણ ભાવ થયો. કલેકટરનું ઘણુ જ કામ મેઘજી જ કરતો ઘર માટે ચીજ વસ્તુ બજારેથી ખરીદી લાવવી કપડાને ઇ†ી કરાવવા મૂકવા લેવા જવા, દળણું દળાવવા જવું, શાકભાજી માર્કેટમાંથી લાવવા, સાહેબની ફોરવ્હીલ ધોવી – સાફ કરવી. પ્રવિણા માટે ટિફિન ફીટ કરવું વગેરે તમામ કામ કરવું.મેઘજીના માતા – પિતા તેના નાનપણમાં જ સ્વર્ગસ્થ થયેલા નિરાધાર મેઘજીને કોઇની ભલામણે કલેકટરે ઘર કામ માટે રાખી લીધેલો કલેકટરે તેને માટે કપડા લતા, જમવા, રહેવા, સુવાની તમામ સગવડ કરી આપેલી. મેઘજીને જરાપણ ચિંતા ઉપાધિ નહીં. માત્ર કલેકટરના ઘરમાં સેવામાં રહેવું. પ્રવિણા, મેઘજી મોટા થવા લાગ્યા. પ્રવિણા મેઘજીને પોતાના જ પરિવારનો સમજતી મેઘજી પ્રત્યે પ્રવિણાને અનહદ ભાવ – કરૂણા.
કલેકટરે પ્રવિણા માટે નાની સ્કૂટી લઇ આપેલી. ટિકડી ટી સ્કૂટી ચલાવતા તેનો ભભકો જાઇ સૌ આશ્ચર્યમાં ડૂબી જતાં.
એમાંય નવી દેખાવડી સ્કૂટીને કોઇનાથી આંગળી પણ ન ચિંધાય પ્રવિણાને સ્કૂટી ખૂબ ગમે સંજય સાહેબે મેઘજીને પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવવા ભલામણ કરી સાહેબના આગ્રહે મેઘજીને શાળામાં દાખલ કર્યો અઠવાડિયામાં બે વખત શાળાએ જાય અને કલેકટરની ભલામણે પૂરી હાજરી પુરાય બુÂધ્ધશાળી મેઘજી પ્રત્યે દેરક ટીચરને ખૂબ ભાવ શાળાનું અધુરૂ ભણતર પ્રવિણાને ભણાવવા આવતા સંજય સાહેબ પાસે પુરૂ કરતો.
એક વખત પ્રવિણા પોતાની સ્કૂટી ઘરે મૂકી તેની બહેનપણી સાથે બહાર ફરવા ગયેલી. મેઘજીએ તે સ્કૂટી બહાર પાર્ક કરેલી જાઇ. તે ચલાવવા તેનું મન લલચાયું. પ્રવિણાની ગેરહાજરી, કલેકટર સાહેબ ઓફિસે ગયેલા તેમના પત્ની રસોડામાં રસોઇ બનાવતાં હતાં. મેઘજીને સ્કૂટી લઇ મેદાનમાં આંટા મારવાની તાલાવેલી થઇ. આંકડે મધ અને માખીયું વિનાનુ. હિંમત કરીને સ્કૂટી પર સવાર થઇ ખુલ્લા આંગણામાં ફૂલ ઝડપે ચક્કરે ચડયો ને ખુબ મજા પડી. લગભગ અડધો કલાક સ્કૂટી ચલાવી. આનંદ મોજમાં મેઘજીને સમયનું ભાન ન રહ્યું.
બન્યું એવું કે કલકેટર ફોર વ્હીલ દ્વારા ઓફિસેથી ઘેર આવ્યા સ્કૂટી ઉપર મેઘજીને જાયો જાતા જ સાહેબનો પિત્તો ગયો. સાહેબ આગ બબુલા થઈ ગયા. ખૂણામાં પડેલ હંટર લઇ કલેકટર મેઘજી ઉપર તૂટી પડયા મેઘજી રાડો પાડે, સાહેબની ધાકને લીધે પાડોશી પણ બચાવવા આવે નહીં. મેઘજી અધમૂઓ થઇ ગયો. અચાનક પ્રવિણા આવી પહોંચી મેઘજી પર કરૂણા થઇ , બાપુજી પાસેથી હંટર લઇ મેઘજીને છોડાવ્યો. ક્રોધે ભરાયેલ કલેકટરે મેઘજીને ગેઇટ બહાર તગડી મૂકયો. મેઘજી બેભાન થઇ રસ્તા પર ઢળી પડયો. સંજય સાહેબે તાત્કાલિક ૧૦૮ મંગાવી મેઘજીને દવાખાને દાખલ કર્યો. આ બાજુ પ્રવિણાએ મેઘજીને પાછો બોલાવવા પપ્પાને આજીજી કરી પરંતુ કલેક્ટર એકના બે ન થયા.
મેઘજીને દવાખાનામાં સારી સારવાર મળતાં અઠવાડિયે સાજા થયો. સંજય સાહેબે મેઘજીને લાગવગી બોર્ડિંગમાં પ્રવેશ અપાવ્યો. તેજસ્વી બુધ્ધિશાળી ખૂબ ભણ્યો ડોકટરની પદવી મેળવી, સરકારી દવાખાનામાં નોકરી મળી.
ઘણો સમય વીતી ગયો. વિક્રમસિંહ કલેકટર હવે પેન્શન ઉપર છે. પ્રવિણા પણ હવે સગીર ઉંમર વટાવી ચૂકી છે. પ્રવિણાના લગ્નની વિક્રમસિંહને ચિંતા છે. ભગવાને કરવું છે ને વિક્રમસિંહ ગંભીર બિમારીમાં સપડાયા છે. સંજાગવશાત જે દવાખાનામાં મેઘજી ડોકટર છે તે જ દવાખાનામાં વિક્રમસિંહ સારવાર લેવા આવ્યા મેઘજી તેમને ઓળખી ગયો. મોટી બિમારીમાં સાહેબ બેઠા થાય તેમ ન હતાં. સાહેબના પત્ની માયાવતીને ભલામણ કરી ઘેર લઇ જઇ તેમની સારવાર સેવા કરવા સૂચવ્યું. મેઘજીએ કહ્યું હું દવા, ઇન્જેકશન આપવા તમારા ઘેર આવીશ. ત્યારબાદ મેઘજી કલેકટરની સારવાર કરવા તેમના ઘેર આવે. પ્રવિણા મેઘજીને ઓળખી ગઇ. બા – બાપુજીને મેઘજીની ઓળખાણ આપી. સૌ ખુશ થયાં મેઘજીના અથાગ પ્રયત્ને સારી સારવારથી કલેકટર સાજા થયા. વિક્રમસિંહે મેઘજીને માર મારી કાઢી મુકેલ તે બદલ વિક્રમસિંહે બે હાથ જાડી માફી માગી. હા પસ્તાવો વિપુલ ઝરણુ સ્વર્ગથી ઉતર્યું પાપી તેમાં ડુબી દઇને પૂણ્યશાળી બને છે. વિક્રમસિંહ પાપ મૂકત્‌ થયા.
અંતે વિક્રમસિંહે પોતાની પ્રવિણાનાં મેઘજી સાથે ધોમધૂમથી લગ્ન કર્યા. ઘીના ઠામમાં ઘી પડી રહ્યું ને સૌ સારા વાના થયાં.