મહેશના લગ્નની કુમ કુમ પત્રિકા કરતલે આવતા પ્રફુલા આનંદમાં આવી નાચી ઉઠી. ભાણાના લગ્નમાં માસીને હરખ તો હોય જ ને! એમાં એકનો એક ભાણો, વળી પહેલા જ લગ્ન અલગ અલગ પ્રસંગે આવતા લગ્ન ગીતોની બૂક ખરીદી કંકોત્રી મળી ત્યારથી જ પરેશના લગ્નમાં જશ્ન મનાવવા કયારે કયુ લગ્નગીત ગાવતો સારૂં લાગે ? ભાણાના લગ્ને એવા ગીતો ગાવા કે સૌ નવાઇ પામે.
પાંચ – સાત જાડ એક એકથી ચડિયાતા કપડાં લઇ પ્રફુલા મોટા બહેને ત્યાં પરેશના લગ્નમાં પાંચ દિવસ વહેલા આવી પહોંચી. બહેન, જીજાજીને નમસ્કાર કર્યા પરેશને વહાલથી ચૂમી કરી. પરેશ માસીને પગે લાગ્યો માસીએ આશીર્વાદ આપ્યા.
અહિં આવ્યા પછી પ્રફુલાએ ઘરનું કામ સંભાળી લીધું. બપોર – સાંજની રસોઇ, ઠામ વાસણ માંજવા, સંજવારી, પોતા કરવા વગેરે. સતત કામ છતાં ભાણાના લગ્ન સંદર્ભે હરખ ઘેલી પ્રફુલાને થાક કળાતો નથી. અનેક અરમાનો માનસ પટ્ટ પર આવે તે વિતારો માનસમાં વીડિયો વાયરલ થતા જાય છે.
મંડપના આગલા દિવસ પાડોશીઓને હરખેથી સાંજે ગીતમાં અને સવારે ૯ કલાકે માંડવે પધારવા આમંત્રણ આપ્યા. મંડપ મુહૂર્તમાં ગીત ગાવાથી સાંભળનારા સૌ આશ્ચર્યમાં ડૂબી ગયા. ચાકડો વધાવવા જવું, મામેરા વધારવવાના ગીતો અગાઉ વાયરલ કરેલાં ગીતો, મગજમાં ઓન થતાં ઉલ્લાસભેર ગાવા લાગી. આજે પ્રફુલામાં અતિ આનંદનો ઊભરો આવ્યો છે.
જાન ઉઘરાવતી વખતે જીજાજીએ પ્રફુલાને કહ્યું. ‘ તારે ઘર સાચવવા ઘરે રહેવું પડશે. તારા સિવાય ઘર સાચવવા કોને કહેવું ? ઘરના હોય એને કહેવાય ને ?
જીજાજીના આગ્રહે પ્રફુલાના મગજમાં ધ્રાસકો પડયો આનંદી માનસ દુઃખમાં ગરકાવ થઇ ગયું. હવે બનેવીને કેમ કહેવું હું ઘરે નહીં રહું ! ન છુટકે પ્રફુલાને ઘેર રહેવું પડયું. અનેક અરમાનોની વિશાળ દિવાલ એકાએક ધરાશય થઇ ગઇ.
જાન ઉઘલાવતી વખતે વિચાર્યું બહેન, બનેવીને ભાણાના લગ્ન પ્રસંગનો ઉત્સાહ, મનોકામના ઘરના ઢસરડાની કદર ન કરવા બદલ પ્રફુલા ભાંગી પડી. મનોમન જીજાજી પર તિરસ્કાર વરસાવતી રહી. અરમાનો પર પાણી ફરી વળ્યા.
માસીના હાથ એક નમ્યા પણ બહેન, બનેવી કે ભાણો ત્રણેયમાંથી કોઇપણ એક વેંત પણ ન નમ્યા તે બદલ પ્રફુલા અફસોસ કરવા લાગી. અંતે ભાણાની જાન પરણીને આવે તે પહેલા પ્રફુલા પોતાના વતન તરફ ભારે પગે ચાલી નીકળી.
(ર)
ધનસુખ – મનસુખ ગ્રામ્ય લોક જીવન, માનસ જાણવા સબબ ગામડે ગયા એક ખેડૂત ભાઇએ આંગતુકને રામ રામ કર્યા. નામ – ગામ પૂછ્યા, તેઓએ સ્પષ્ટતતા કરતાં કહ્યું અમે અમદાવાદ સિટીમાંથી આવીએ છીએ ગામના પાદરે એસ.ટી. બસમાં ઉતર્યા. અમે ખાસ ગામડા ગામમાં ફરતા રહીએ છીએ ગ્રામ્ય વિસ્તારોમાં લોકસંપર્ક કરી એક – બીજાના વિચારો, જીવનશૈલી રીત – ભાત વિષે જાણીએ છીએ.
આવનાર વ્યÂક્તઓ પ્રત્યે ખેડૂત ભાઇને લાગણી થઇ. શહેરો કરતાં ગામડાના ભોળા લોકોને માણસો પ્રત્યે ભાવ લાગણી વધારે હોય છે. ખેડૂત ભાઇએ પેલા ભાઇઓને પોતાના ઘેર આવવા આગ્રહ કર્યો. ધનસુખ – મનસુખને ખેડૂત પ્રત્યે ખેંચાણ થયું.
ખેડૂતના આગ્રહને માન આપી તેઓ તેમના ઘેર ગયાં ઢોલિયા ઢાળી ચા – પાણીથી સ્વાગત કર્યું. થોડા સમય બાદ પોતાના ઘરની તાજી મીઠી છાશ આગ્રહ કરી પીવડાવી, બપોર વેળાએ ખેડૂત પત્નીએ સ્વાદિષ્ટ રસોઇ બનાવી જમવાની થાળીઓ તૈયાર કરી ખેડૂતે ભાવ આગ્રહથી જમાડયા. બંને મિત્રો ખુશ થયાં. આંખની પણ ઓળખાણ, સબંધ – સગપણ નહીં છતાં ગામડીયા ખેડૂતનોભાવ તો જુઓ ! બંને મિત્રોએ થોડો સમય આરામ કરી જવાની રજા માંગી… જતી વખતે ખેડૂતને ઉપર છલ્લો, પોચો પોચો આગ્રહ કરી કહ્યું તમે અમારે ઘેર અમદાવાદ જરૂરથી આવજા અને સરનામુ આપી વિદાય થયા.
ઘણા દિવસો બાદ ખેડૂતને કામ સબબ અમદાવાદ જવાનું થયું. ઘર સરનામા પ્રમાણે ખેડૂત તેઓના ઘેર ગયો. ખેડૂતને જાતા જ તેઓના ગ્રહણ મરી ગયા. આ લપ કયાંથી આવી ? ખેડૂતને મોળો આવકાર આપ્યો ભોળો ખેડૂત તેમના દુભાવને સમજી ન શક્યો. ચા પી ઘડીભર બેઠા પછી તેઓ બોલ્યા ‘અમારે મીટિંગમાં જવાનું છે તમે આરામ કરો પાંચ કલાક પછી મીટિંગ પુરી થયે આવી જઇશું.
લાંબી મુદતનો સમય સાંભળી ખેડૂતે નિઃસાસો નાખ્યો. પોતાના ઘેર આ લોકોને કેવા હથેળીમાં રાખેલા ? આમ, સિટીના માણસો આવા
કૃતÎની હશે તેનો આજે ખેડૂતને અહેસાસ થયો. શહેરી લોક સમાજ ઉપર તિરસ્કાર વરસાવી, કદર વિહોણા બેયથી વિલે મોંએ વગર રજાએ ખેડૂતભાઇ તેમના ગામે જવા રવાના થયાં.