નાનકડા ગામમાં નાનકડું બ્રાહ્મણ સંસ્કારી કુટુંબ રહે. માતા – પિતા અને બે બહેનોવાળો આધ્યાÂત્મક પરિવાર. દરરોજ સવાર સાંજ પૂજા, આરતી, કીર્તનથી ઘર આખું ભÂક્તમય વાતાવરણમાં રહે. બ્રાહ્મણ ભગવાન શિવજીના કર્મનિષ્ઠ ભક્ત હતાં. દરરોજ વહેલી સવારે બ્રહ્મમુહૂર્તર્ર્ર્માં ઉઠે, નિત્યકર્મ સંપૂર્ણ કરી શિવલીંગને ત્રિપુંડની શોભા કરી બિલ્વપત્ર ચડાવે, નાગદેવતાને, જળ જારી સ્વચ્છ કરી ગોઠવી દિવા મંત્રોચ્ચારથી ભગવાનની પૂજા આરતી કરે અને ૐ નમઃ શિવાયની જપમાળા કરે.
પત્ની પાર્વતી, મોટી પુત્રી કોકિલા અને નાની અર્પિતા પણ નિત્ય સવારે શિવાલય જઇ આરતી જપમાળા કરે. આખુ કુટુંબ ધાર્મિક, સંસ્કારી આખા ગામમાં માનભેર આદર્શ પરિવાર તરીકે પ્રખ્યાત. કોકિલા કોલેજમાં પ્રોફેસર. સ્ટાફગણ સાથે માન – સન્માનથી નોકરી કરે. વિદ્યાર્થી – વિદ્યાર્થિનીઓને તો કોકિલા પ્રત્યે માન – સન્માન ખુબ હોય જ ને ભાઇ ! આ બધું કુટુંબના નાનપણના સંસ્કારોના સિંચનને આભારી છે.
અર્પિતાએ પણ ધો.૧ર સુધીનો અભ્યાસ સંપન્ન કર્યો છે. આગળ અભ્યાસની પોતાની અપેક્ષા ન હોઇ કોલેજના અભ્યાસથી તે વંચિત રહી હતી. ઉંમરલાયક અર્પિતા સગીર ઉંમર વટાવી ચૂકી છે.
જુવાની ફાટફાટ વધવા લાગી, જુવાની ખીલવી એ જીવનની ધન્યતા કહેવાય. કેટલીક †ીઓ ભરજુવાનીમાં વૃધ્ધ ડોશીઓ જેવી દેખાય છે. કુંવારી જુવાની વાડ વિનાની હોય તો કૂદકો મારતાં વાર ન લાગે. ઉછળકૂદ કરતી જુવાની કદી પણ ચિંતા વિનાની ન હોય.
શિવશંકર અને પાર્વતીને અર્પિતા માટે યોગ્ય મુરતિયો શોધી લાડલી દીકરીના પીળા હાથ કરવાની ઇચ્છા જાગ્રત થઇ. સગાં – સંબંધીઓને વેવિશાળ સંબંધે ભલામણ કરી. સંસ્કારી કુટુંબની કસ્તુરી સુગંધ જેમ સુવાસ સર્વત્ર પ્રસરેલી. શિવશંકરના નજીકના સગાએ એક મુરતિયાની દરખાસ્ત મૂકી. જૂના જમાનાના શિવશંકર અને પાર્વતી ભલામણવાળા ભાઇ સાથે મુરતિયો જાવા ગયા. ખાલી ઘર ખોરડાં, મુરતિયો ઉડતી નજરે જાઈ પરિવારનો તલસ્પર્શી ઉંડો પરિચય કેમ જાણી શકાય?…આગળ ચાલનાર સગાના ભરોસે સામેનાની સંમતિ મળતાં ધર્મેન્દ્રને અર્પિતા ધ્યાનમાં આવી ગઇ. બંને વચ્ચે થોડી ઘણી ઔપચારિક વાતોથી એકબીજાનું ખેંચાણ થયું. અર્પિતાને પણ ધર્મેન્દ્ર ગમી ગયો.
ટૂંક સમયમાં અર્પિતા અને ધર્મેન્દ્રના ઘડિયા વેવિશાળ – લગ્નનું આયોજન થયું. ચૂંદડી – ચાંદલા અને લગ્નના મુહૂર્ત નક્કી થયા. શિવશંકરે અર્પિતાનો કરિયાવર એકઠો કરવાની તડામાર તૈયારી કરી. સગા – સંબંધીઓને લગ્નની કુમ – કુમ પત્રિકાઓ અપાઇ ચૂકી.
લગ્નનો સમય આવી જતાં શિવશંકર અને પાર્વતીએ લાડકવાયી દીકરી અર્પિતાના ખૂબ ઠાઠ-માઠથી અને લાડકોડે ધામધૂમે લગ્ન સંપન્ન કર્યા. કન્યા વિદાયે અર્પિતાના રૂદને સારા વાતાવરણને ગમગીન બનાવ્યું. મંડપ પક્ષે સગાઓ તો આંસુડા સારે પણ જાન પક્ષે પણ અર્પિતાના કરૂણ રૂદનથી આંસુડા સાર્યા. અર્પિતા સાસરિયે આવી છે.
(ક્રમશઃ)