SGVP ઇન્ટરનેશનલ સ્કૂલ અને સૂર્યા સ્પોટ્‌ર્સ સ્કૂલ દ્વારા ૧૨ થી ૧૮ ફેબ્રુઆરી દરમિયાન ‘ઇન્ટર હાઉસ ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૦૨૫-૨૬’નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં ધોરણ ૫ થી ૧૧ ના વિદ્યાર્થીઓ ભક્તિ, જ્ઞાન, કર્મ અને ધર્મ હાઉસ વચ્ચે ખરાખરીનો જંગ ખેલશે.ટુર્નામેન્ટનું ઉદ્‌ઘાટન રીબડા ગુરુકુલના પૂજ્ય ધર્મવત્સલદાસજી સ્વામી તથા અન્ય સંતોના હસ્તે દીપ પ્રાગટ્ય અને ટ્રોફી અનાવરણ દ્વારા કરવામાં આવ્યું હતું. પૂજ્ય સ્વામીએ જણાવ્યું કે રમતગમત દ્વારા વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ અને ટીમવર્કની ભાવના કેળવાય છે.