મેષ રાશી
– સ્વાસ્થ્યઃ આગામી વર્ષ દરમિયાન તમારું સ્વાસ્થ્ય થોડું કમજોર રહી શકે છે, નવેમ્બર માસ પછી સ્વાસ્થ્ય સંપૂર્ણપણે સુધરશે. ૧૦ જુલાઇ પછી માતાનું આરોગ્ય સાચવવું. ૪ જુલાઇથી ૨૭ ઓગસ્ટ દરમિયાન સ્વાસ્થ્ય સાચવજો, બીમાર પડો તો તરત ડોક્ટરને બતાવજો. ૨૪ ઓગસ્ટથી ૭ ઓક્ટોબર દરમિયાન સ્વાસ્થ્ય સારું રહેશે. એકંદરે વર્ષ દરમિયાન સ્વાસ્થ્ય બાબતે પૂરતું ધ્યાન રાખવું. નહીં તો નાની-મોટી બીમારીના શિકાર બની શકો છો. જો કોઇ આર્થિક અકળામણ કરશો તો તેની સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે, માટે બધું ઈશ્વર પર છોડી પહેલાં સ્વાસ્થ્ય સાચવવું.
– પરિવારઃ વર્ષ દરમિયાન આપને કુટુંબ સુખ ઓછું મળશે, નહિં મળે એવું નથી. પણ ખટરાગ તો રહેશે જ. ઘરની કોઇ વ્યક્તિ સાથે સંબંધ કપાવાનો યોગ બનતાં તેની અસર માતા પર પડી શકે છે. વર્ષની શરુઆતમાં તમારા ભાઇ-બહેન તમારું સારું ધ્યાન રાખશે, પણ વર્ષના અંતે તેઓ જ તમાર દુશ્મન જેવાં બની શકે છે. તેઓ તમને જમીન બાબતે તકલીફમાં મૂકી શકે છે.મોસાળ સાથેનો સંબંધ ઠીકઠીક રહેશે. જીવનસાથીનો સ્વભાવ થોડો વકરી શકે છે, બોલીને બગાડવું નહીં. પિતાની સાથે સારો મનમેળ રહેતાં, તેમનાથી તમને લાભ મળી શકે છે.
– વિદ્યાર્થી વર્ગઃ ધો.૧ થી ૧૨ના વિદ્યાર્થીઓને અભ્યાસમાં ખાસ કોઇ તકલીફ નહીં આવે, પણ સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓને ભણતરમાં ખૂબ મહેનત કરવી પડશે. જ્યારે અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ કોઇ ચિંતા કરવાની જરૂર નથી. કાયદાશાસ્ત્રના લોકોએ સખત પરિશ્રમ કરવો પડશે.
– કારકિર્દીઃ તમને નોકરી બાબતે જૂન સુધી માનસિક અસંતોષ રહી શકે છે. બધી જ આવડત ધરાવતા લોકો નોકરીમાં કંઇક નવો પ્રયોગ કરી શકે છે. નવું કામ, નવી જગ્યાએ નોકરી શોધી શકે છે કે પ્રમોશન મેળવી શકે છે. આગામી વર્ષ દરમિયાન કઠિનાઇઓના અંતે સારું પરિણામ મેળવી શકશો. તમારા માટે બદલી કે પ્રમોશન શક્ય છે, પણ તેમાં જોઇએ તેવો સંતોષ તમને જણાશે નહીં. જે નોકરી માટે તમે પ્રયાસ કરી રહ્યા છો, તે આગામી વર્ષમાં મેળવી શકશો.
– નાણાંઃ આગામી વર્ષની શરુઆતથી મે સુધીના ગાળામાં નાણાં બાબતે સામાન્ય પરિણામ મળી શકે. જૂન પછી તમારી આર્થિક સ્થિતિમાં થોડી-ઘણી વૃદ્ધિ થઇ શકે. બચતની બાબતમાં આગામી વર્ષ નબળું સાબિત થઇ શકે છે. આ વર્ષે બચત કરવી તમારા માટે કઠિન બની રહેશે. આગામી વર્ષ આવકની દ્રષ્ટિએ સારું રહેશે, પણ બચતની દ્રષ્ટિએ કમજોર રહેશે. આર્થિક બાબતે આ વર્ષે તમને એવરેજ પરિણામ મળશે.
– શુભ દિવસઃ મંગળવાર અને રવિવાર
– શુભ અંકઃ ૧-૯
– શુભ રંગઃ લાલ, કેસરી, મરૂન
વૃષભ રાશિ
– સ્વાસ્થ્યઃ આગામી વર્ષ દરમિયાન ૨૨ નવેમ્બરથી તમે સ્વસ્થ થતાં જશો. ૨૯ જાન્યુઆરીથી દોઢેક મહિનો અસ્વસ્થ રહેશો, પછી પૂરપાટ દોડશો. તણાવમુક્ત બની સારી અને પૂરતી ઊંઘ લેવાનું રાખશો. જૂના રોગો તમને સતાવી શકે છે, પરંતુ મે સુધીમાં તેમાંથી રાહત મળશે. ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન કંઇક નાની બીમારી સતાવી શકે છે, પણ ધ્યાન રાખશો તો વાંધો નહીં આવે. તમારે પડવા-વાગવાથી ઘણું સાચવવું પડશે. સંતાનના સ્વાસ્થ્ય બાબતે પૂરતા સજાગ રહેવું જરૂરી છે, જો કંઇ તકલીફ જણાય તો તરત સ્પેશિયાલિસ્ટને બતાવવું.
– પરિવારઃ ઘરના લોકોના સ્વભાવમાં બદલાવ આવી શકે છે, તેઓ તમારા દુશ્મન ન બને તેની સાવચેતી રાખવી. પરિવાર સાથે નાણાકીય બાબતે રકઝક થાય, એમાં થોડું જતું કરવાની ભાવના રાખવી. તમે તમારા પરિવારની ઈચ્છા મુજબ ચાલવાની કોશિશ કરજો. ત્યાર બાદ વર્ષના અંત સુધી પરિવાર સાથે બહુ સારી પ્રગાઢતા બની રહેશે. જો કે, વચ્ચે વચ્ચે થોડી ઘણી પરેશાનીઓ પણ જોવા મળશે. ભાઇ-બહેન સાથે સારો મનમેળ રહેશે, પણ પતિ કે પત્નીના ગુસ્સાભર્યા સ્વભાવથી સાચવીને કામકાજ કરવું હિતાવહ છે.
– વિદ્યાર્થી વર્ગઃ નાનાં બાળકોને ખૂબ મહેનતની જરૂર રહેશે, તેઓ ભણેલું ભૂલી ના જાય તે મા-બાપે જોવું પડશે. સમાજવિદ્યા અને ફાઇનાન્સનું ભણતા વિદ્યાર્થીઓ માટે ખૂબ સારું રહેશે, પણ પરિશ્રમ તો કરવો જ પડશે. મોટાં વિદ્યાર્થીઓને પણ ભૂલી જવાની સમસ્યા સતાવી શકે છે, એટલે તેનો ઈલાજ કરીને ભણવું સારું રહેશે.
– કારકિર્દીઃ જો તમે નોકરી-ધંધામાં બદલાવ લાવવાનું વિચારતા હોવ તો જૂન માસ પછી બદલાવ લાવવાનું વિચારજો. જૂન સુધી નોકરી-ધંધામાં થોડી-ઘણી મુશ્કેલીઓ પણ આવશે, જો એને સહન કરીને આટલો સમય કાઢી નાખશો તો એ પછી તમને સારો નોકરી-ધંધો મળવાની પૂરી શક્યતા છે. એટલે જૂન સુધી હાલની નોકરી જાળવી રાખવી હિતાવહ છે. આ દરમિયાન સહકર્મીઓ કે વિરોધીઓ તમને પરેશાન કરી શકે છે, પણ તેનાથી ડર્યા કે ડગ્યા વિના આ સમયગાળો સાચવી રાખશો. જૂન પછી તમારો સારો સમય આવતા તમને પ્રમોશન, બદલાવ કે ઉન્નતિ મળી રહેશે.
– નાણાંઃ તમે વેપાર-ધંધા-નોકરીમાં જેટલું સારું પ્રદાન કરશો, તેટલો તમને સારો આર્થિક લાભ મેળવીને બચત પણ કરી
આભાર – નિહારીકા રવિયા શકશો. વર્ષની શરુઆતથી માંડી ફેબ્રુઆરી માસ સુધીમાં પૈસા મેળવવાની અનુકૂળતા બની રહેશે.એ પછી જુલાઇ સુધીમાં તમે સારી એવી બચત પણ કરી શકશો. વર્ષ દરમિયાન અનુકૂળ પરિણામ મેળવી શકશો. વર્ષ દરમિયાન તમે તમારી મહેનત અને આવડત અનુસાર આર્થિક પ્રગતિ કરી શકશો.
– શુભ દિવસઃ શુક્રવાર અને બુધવાર
– શુભ અંકઃ ૨-૬
– શુભ રંગઃ સફેદ, ગુલાબી, આસમાની, આછો વાદળી
મિથુન રાશી
– સ્વાસ્થ્યઃ પરિશ્રમ અને દોડધામ તમારા સ્વાસ્થ્યને સાચવીને કરશો, તો કાંઇ વાંધો નહીં આવે. મેથી નવેમ્બર મહિના દરમિયાન વાયુ સંબંધી કોઇ સમસ્યા આવી શકે છે. એમાં જો મોટી સમસ્યા લાગે તો મેડિકલ રિપોર્ટ કરાવ્યા પછી સારવાર કરાવવી. રિપોર્ટ કરાવ્યા વિના ખોટી ચિંતા ન કરવી. તમને કોઇ વારસાગત બીમારી હોય તો તાકીદે તેની સારવાર અને દવા કરાવવી હિતાવહ બની રહેશે. એપ્રિલથી ડિસેમ્બર દરમિયાન લોહીને લગતી કોઇ સમસ્યા મૂંઝવી શકે છે, માટે કોઇપણ જાતની ખાણી-પીણીમાં બહુ ધ્યાન રાખવું હિતાવહ છે.
– પરિવારઃ જો નાના ભાઇ-બહેન કુંવારા હશે તો આ વર્ષે લગ્નનો મેળ બેસી શકે છે. માતાને નાણાંની તાણ ન હોવા છતાં તમારી પાસે નાણાંની અપેક્ષા રાખે.સમય જતાં માતા ભક્તિ ભણી વળી શકે છે. વર્ષ દરમિયાન સંતાનથી થોડી પરેશાની ઉઠાવવી પડે, પણ સમાધાનકારી વલણ અપનાવો તો બધું સારું થઇ જશે. જેમને સંતાનસુખ નથી તેમને આ વર્ષ દરમિયાન સંતાનસુખ મળી શકે.આ વર્ષે તમારા નાણાં માંગલિક કાર્યોમાં વપરાવાની શક્યતા વધુ રહેશે. જીવનસાથી સાથે વૈચારિક મતભેદ રહ્યા કરશે. પણ તમારા મનાવવાથી એ જલદી માની પણ જશે.
– વિદ્યાર્થી વર્ગઃ ધો.૮ થી ૧૨ના વિદ્યાર્થીઓએ વધુ મહેનત કરવી પડશે, જો રમતિયાળ બન્યા તો ગયા સમજો. સાયન્સ સ્ટ્રીમ વાળાને સખત પરિશ્રમ કરવો પડશે. અભ્યાસ દરમિયાન ભણવામાં ઘણાં બ્રેક પડી શકે છે, એને ધ્યાનમાં રાખીને આયોજન કરવું.
– કારકિર્દીઃ ઓફિસનું રાજકારણ તમારા મનને અકળાવી મુકનારું બનશે, સપકર્મીઓનો સ્વભાવ વિચિત્ર હશે. જો કે , તેમાં તમારે શાંત ચિત્તે અને ધીરજપૂર્વક સંતુલન જાળવી રાખી સૌની સાથે કામ પાર પાડવું પડશે. સ્પર્ધાત્મક પરીક્ષામાં ઝંપલાવશો, તો તેમાં પણ તમને સફળતા મળવાની શક્યતાઓ જણાય છે. આગામી વર્ષની શરુઆતથી મે માસ સુધી તમે તમારા નોકરી-ધંધાથી અસંતુષ્ટ રહેશો, પરંતુ જૂન પછી તમને તમારા નોકરી-ધંધામાં સંતોષ મળતો જણાશે. જો કે, નોકરી-ધંધાના સ્થળના સહકર્મીઓ અને ઓફિસનું વાતાવરણ તમને અનુકૂળ નહીં આવે કે ઓછું અનુકૂળ આવશે.
– નાણાંઃ જાન્યુઆરી સુધી થોડી ઘણી આર્થિક ખેંચનો સામનો કરવો પડશે, એ પછી આર્થિક સ્થિતિ સુધરતાં આર્થિક મજબૂતીમાં વધારો જોવા મળશે. જુલાઇ સુધીમાં કરેલી બચતને જતનપૂર્વક સંભાળીને રાખશો, નહિતર વપરાઇ જવાની શક્યતા છે. કોઇ મોટા રોકાણમાં ના પડવાની સલાહ છે. પૈસાને સુરક્ષિત રાખી, નકામા ખર્ચાને ટાળવા હિતાવહ છે.
– શુભ દિવસઃ બુધવાર અને શુક્રવાર
– શુભ અંકઃ ૩-૫
– શુભ રંગઃ લીલો, આછો લીલો
કર્ક રાશી
– સ્વાસ્થ્યઃ સ્વાસ્થ્ય બાબતે આગામી વર્ષ દરમિયાન લોહી પાતળું કે જાડું થવાની તકલીફ આવી શકે છે. માર્ચ માસ સુધી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે નહીં, એની સારવાર પૈસાનું પાણી કરાવી શકે છે, પણ ખૂબ સાવચેતી રાખશો તો વાંધો નહીં આવે.
નવેમ્બરથી માર્ચ સુધીમાં છાતીમાં નાનો દુખાવો થઇ શકે છે. ૧૫ ડિસેમ્બરથી ફેબ્રુઆરીના અંત સુધીમાં ઘરના વડીલને હોસ્પિટલમાં લઇ જવા પડે. તમને ખભાનો દુખાવો અને હાર્ટ એટેક જેવું લાગી શકે, એમાં અતિ સાવચેત રહેવું સારું.એ સિવાય સ્વાસ્થ્યને લગતી બીજી કોઇ તકલીફ આવવાના યોગ નથી.
– પરિવારઃ આ વર્ષે તમારે પરિવાર સાથે થોડી શાંતિથી કામ લેવું પડશે. માતાનો સ્વભાવને કેન્દ્રસ્થાને રાખીને આગળ વધવું. સંતાન ગમે તે કરે તેને તમે માફ કરી દેશો. સાસરી પક્ષ સાથે સારું લેણું છે. ગામી વર્ષ મિશ્ર ફળ આપનારું બની રહેશે. વર્ષનો આરંભ બહુ સારા પરિણામ આપતો જણાય છે. પરંતુ ૬ માસ બાદ પરિવારના નાના-મોટા સભ્ય સાથે નાની-મોટી ચડભડ થઇ શકે છે. તેમની સાથે ખોટી જીદ કે વિવાદથી બચશો તો સારાં પરિણામો મેળવી શકશો. પરિવારના સહયોગથી તમારું લગ્ન જીવન સારું બની રહેશે.
– વિદ્યાર્થી વર્ગઃ આ વર્ષ દરમિયાન તબિયત બહુ સાચવવી, નહિતર તબિયતની અભ્યાસ પર અસર પડી શકે છે. નાપાસ વિદ્યાર્થીઓ રીટેસ્ટ આપતા લોકોને આ વર્ષે પાસ થવાની શક્યતા જણાય છે. અભ્યાસમાં ટ્યુશનની જરૂર પડી શકે એમ લાગે છે.
– કારકિર્દીઃ વર્ષની શરુઆતથી એપ્રિલ માસ સુધીમાં તમારી નોકરીની મજબૂતાઇ વધતી જણાશે, જો કે એ માટે તમે પૂરતો પરિશ્રમ કરશો તો તમારું કામ બનતું જણાશે. ઉપરી અધિકારીઓ તમારા કામથી પ્રસન્ન થશે. કંપનીનું સામર્થ્ય અને તમારી મહેનત મુજબ તમારી બઢતી શક્ય બની રહે. તમને ક્યારેક નાની-નાની નોકરીઓને અંતે લાંબી તરશ્ચર્યા પછી સારી નોકરી મળી શકે, માટે નોકરીના કિસ્સામાં પાછી
આભાર – નિહારીકા રવિયા પાની ના કરતા કે હિંમત ના હારતા. વર્ષ દરમિયાન થોડી-ઘણી સમસ્યાઓને અંતે પણ ઉન્નતિના માર્ગ તમારા માટે ખુલતાં જણાશે.
– નાણાંઃ જુલાઇ માસ સુધીમાં શક્ય તેટલી બચત કરી શકશો. ઓગસ્ટ સુધીમાં તમારું આર્થિક પાસું વધુ મજબૂત કરી શકશો તેમજ બચતના નાણાંનો સરખો ઉપયોગ કરી શકશો. ઓક્ટોબર પછી થોડી નાણાં ભીડ જણાશે, પણ જો તમે આયોજનથી ચાલશો તો તેને પણ પહોંચી વળશો. ડિસેમ્બર પછી સારી આર્થિક પ્રગતિ કરી શકશો. કોઇને ક્યારેય ઉછીના નાણાં ના આપતા, નહીંતર રુપિયા તો ગુમાવશો અને તમારે પણ હેરાન થવાનો વારો આવી શકે છે. માટે વ્યાજે રુપિયા આપવાના ચક્કરમાં ના પડશોં.
– શુભ દિવસઃ સોમવાર અને મંગળવાર
– શુભ અંકઃ ૨-૭
– શુભ રંગઃ સફેદ, સિલ્વર, દરિયાઈ લીલો, વાદળી
સિંહ રાશિ
– સ્વાસ્થ્યઃ આગામી વર્ષ મિશ્ર ફળદાયી બની રહેશે. એપ્રિલ માસ સુધીનો સમય સારો ન રહે. જેમને છાતી, ઘૂંટણ, કમર, માથાની સમસ્યા હોય તેઓએ ફેબ્રુઆરીથી મે માસ દરમિયાન સાચવવું જરુરી છે, સારવારમાં જાગૃતિ લાવવી. એ પછીનો સમય જૂના રોગોને દૂર કરવામાં અને સ્વસ્થ રહેવામાં મદદરુપ બનશે, જો કે જાગરુકતા જરુરી છે.
– પરિવારઃ વર્ષની શરુઆતથી મે માસ સુધી પારિવારિક સંબંધો સારા બની રહેશે. મે માસ પછી પારિવારિક સંબંધોમાં થોડી કમજોરી આવી શકે છે, જેથી અગાઉ જેવાં પરિણામો મેળવવામાં અસમર્થ બનશો. આ દરમિયાન પરિવાર વચ્ચે અસંતુલન કે અસંતોષ જોવા મળી શકે. ઓગસ્ટ પછી પારિવારિક સમસ્યાઓ દૂર થઇ શકશે, એ પછી જૂની સમસ્યાઓમાંથી રાહતનો શ્વાસ લઇ શકશો, એ પછી પારિવારિક સહયોગમાં વૃદ્ધિ જોવા મળશે. તમે ક્યારેક પરિવારના સભ્યોના અવિશ્વાસ પાત્ર બની શકો છો, માટે પરિવારના તમામ સભ્યોને વિસ્વાસમાં લઇને જ કામકાજ કરજો.
-વિદ્યાર્થી વર્ગઃ ધો.૧ થી ૮ના વિદ્યાર્થીઓને આ સાલ અભ્યાસમાં લગ્ન, માંગલિક પ્રસંગ, તબિયત વગેરેના કારણે રજા પડવાના કિસ્સા વધે તેમ છે, એટલે શક્ય એટલી નિયમિતતા જાળવી રાખી ભણશો તો વાંધો નહીં આવે, નહિતર પરીક્ષામાં મુશ્કેલી આવી શકે છે.
-કારકિર્દીઃ જો તમે નોકરી-ધંધામાં બદલાવ લાવવાનું વિચારતા હોવ તો રહેવા દો. જૂન માસ પછી આ જ નોકરીમાં તમને સારો લાભ મળી શકે એમ છે. હાલ, તમારી અગ્નિપરીક્ષા ચાલી રહી છે, માટે જ્યાં છો ત્યાં ટકી રહો અને કઠિન સમયને પસાર થઇ જવા દો, તમે તમારા કામમાં પ્રામાણિક રહીને આગળ વધો. તમારી મહેનતનું પરિણામ તમને મળશે જ, પણ એ માટે તમારે થોડા મહિના ધીરજ રાખીને રાહ જોવી પડશે. તમને અનુકૂળ કોઇ સરકારી પરીક્ષા આપવામાં ઝંપલાવી શકો છો, એમાં પાસ થવાની શક્યતા પણ દેખાય છે. પણ મહેનત સખત કરવી પડશે.
– નાણાંઃ આગામી વર્ષની શરુઆતથી એપ્રિલ માસ સુધીનો સમય જોઇએ તેટલો સારો જણાતો નથી. એપ્રિલના બીજા વીકથી સમય સુધરતો જતાં તમારી આર્થિક સ્થિતિ પણ સુધરતી જણાશે. આગામી વર્ષ દરમિયાન તમારા પગારમાં સરખો વધારો મળતાં, તમારી આર્થિક દશા મજબૂત થતી જોવા મળશે. તમને તમારી મહેનતના પ્રમાણમાં ૧૦૦ ટકા નહીં, પણ ૭૦-૭૫ લાભ મળી શકશે. નોકરી ઉપરાંત, પાર્ટ ટાઇમ તમને આવડતાં બીજાં કોઇ કામકાજથી પણ આવક મેળવી શકશો. ટીપે ટીપે સરોવર ભરાયની વૃત્તિથી કામ કરશો, તો સારી આવક મેળવવાની સાથોસાથ સારી બચત પણ કરી શકશો.
– શુભ દિવસઃ રવિવાર અને મંગળવાર
– શુભ અંકઃ ૧-૫
– શુભ રંગઃ નારંગી, પીળો
કન્યા રાશી
– સ્વાસ્થ્ય ઃ સ્વાસ્થ્ય બાબતે આગામી વર્ષની શરુઆતથી મે માસ દરમિાન સ્વાસ્થ્ય સારું ન રહી શકે. મે માસ પછી ગ્રહયોગો બદલાતાં પહેલાંની સરખામણીએ સ્વાસ્થ્ય સુધરતું જણાય. ગત વર્ષથી શરુ થયેલી સ્વાસ્થ્ય સમસ્યા આ વર્ષ દરમિયાન ઘણી સારી થતી જોવા મળશે. કમર કે કમરની નીચેના ભાગમાં કોઇ તકલીફ હોય તો બેદરકારી ન રાખવી. જો કે, એવી સમસ્યા ફરીથી ન ઉદભવે તે માટે ખાણી-પીણી, યોગ-કસરતમાં ધ્યાન આપવું જરુરી બની રહે છે.
– પરિવારઃ આગામી વર્ષમાં મે માસ સુધી વચ્ચે વચ્ચેના સમયમાં પારિવારિક પરેશાનીઓ આવી શકે છે. જેમાં ઘરના સભ્ય સાથે અણબનાવ કે અસંમજસ જોવા મળી શકે છે, પરંતુ એ સમસ્યા જલ્દી ઠીક થઇ જશે. ક્યારેક વડીલોનો ઠપકો સાંભળવો પડે તો સાંભળી લેજો. વર્ષ દરમિયાન કોઇપણ પ્રકારની બેદરકારી ચાલી શકશે નહીં, જો કે કોઇ મોટી પરેશાની સતાવશે નહીં. વર્ષ દરમિયાન થોડો સમય સારો તો થોડો સમય ખરાબ નિવડી શકે છે. એટલે તમારા કર્મો મુજબ પારિવારિક જીવન ફળ આપશે.
-વિદ્યાર્થી વર્ગઃ સ્નાતક, અનુસ્નાતક વિદ્યાર્થીઓ પોતાની ધારી સફળતા મેળવી શકશે, પણ પૂર્વ શરત એ કે, તેઓઓ આ વર્ષે બધા કામ એકબાજુ મૂકી માત્ર ને માત્ર અભ્યાસમાં જ ચિત્ત પરોવવું પડશે. અગાઉ નાપાસ થયેલા વિદ્યાર્થીઓ પણ આ વર્ષે પાસ થઇ જશે.
-કારકિર્દીઃ કારકિર્દી બાબતમાં મિશ્ર પરિણામ મળી શકે છે. નાની-મોટી કઠિનાઇઓને અંતે તમે તમારા લક્ષ્ય સુધી પહોંચી શકશો. આ સમયગાળા દરમિયાન
આભાર – નિહારીકા રવિયા તમારા નોકરી-ધંધામાં પ્રમોશનની શક્યતા જણાય છે. માર્ચ માસ પછી થોડી કઠિનાઇઓ વધી શકે છે, તેમાં જો તમે ઈમાનદારીથી કામ કરશો તો નોકરી સુરક્ષિત રાખી શકશો. વર્ષ દરમિયાન કઠિનાઇઓનો સામનો કરવો પડશે, પરંતુ પરિણામ તમારા પક્ષમાં આવતું જણાશે.
– નાણાંઃ નાણાં બાબતે મેના અંત સુધીમાં તમે તમારા પરિશ્રમને અનુરૂપ સારો નફો કરીને તમારા આર્થિક પાસાંને મજબૂત કરી શકશો. જ્યારે મે પછીનો સમયગાળો તમને સારી બચત પણ કરાવશે. આ વર્ષ તમારા આર્થિક પાસાંને મજબૂત કરાવનારું નિવડશે. જો કે, સાથોસાથ તમારે જરુરી બચત પણ કરવી જ પડશે, કેમ કે નાણાંભીડ વખતે તમારી કરેલી બચત જ તમને ઉગારશે.
– શુભ દિવસઃ બુધવાર અને શુક્રવાર
– શુભ અંકઃ ૩-૬
– શુભ રંગઃ પીચ, બોટલ ગ્રીન
તુલા રાશી
– સ્વાસ્થ્યઃ સ્વાસ્થ્ય બાબતે આગામી વર્ષમાં જરા પણ બેદરકારી ચાલશે નહીં. માર્ચ માસ સુધી તમારામાં આળસનો ભાવ આવી શકે છે. ક્યારેક શરીરનો કે સાંધાનો દુખાવો થઇ શકે છે. એમાંય મે માસ પછી સ્વાસ્થ્ય બાબતે વધારે સાચવવું પડશે. ખાસ કરીને પેટની સમસ્યા, માથાનો દુખાવો કે ચિત્તભ્રમની તકલીફ થઇ શકે. તમારી ખાણી-પીણી પણ અસંયમિત રહી શકવાથી ગેસ, અપચોની સમસ્યા થઇ શકે, તેનાથી સાચવવું જરુરી બની રહે છે.
– પરિવારઃ આગામી વર્ષમાં કોઇ પારિવારિક સમસ્યા ઉદ્ભવતી જણાતી નથી. પણ જો કોઇ પારિવારિક સમસ્યા આવતી જણાય તો તેને મોટી ન થવા દેતાં સૌ સાથે મળીને પરિસ્થિતિ વકરતાં પહેલાં તેનું સમાધાન લાવી દેવું. આગામી માર્ચ માસ પછી થોડી થોડી પરેશાનીઓ વધવા પામી શકે છે, જેને પરિવારના સહયોગથી દૂર કરી શકશો. એમાં ય જો કોઇ પારિવારિક કામ તમારા ફાળે આવે તો તેને તરત જ પૂરું કરી લેવાથી મુશ્કેલીઓમાં વધારો થતો અટકશે. એટલે કે, તમારા કામ તમારે સમયસર પૂરાં કરી લેવાં, જેથી કોઇ સમસ્યા ઉદભવે જ નહીં. સાથોસાથ અયોગ્ય ખર્ચાથી બચીને રહેજો.
-વિદ્યાર્થી વર્ગઃ અગાઉની કોઇ પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ આ સાલ પાસ થઇને આગળનો અભ્યાસ બહુ સારી રીતે કરી શકશે. ધો.૧૦-૧૨ના વિદ્યાર્થીઓએ બોર્ડ એક્ઝામમાં સઘન પ્રેકટિસ કરવી પડશે, તો જ ધાર્યું પરિણામ મેળવી શકશે.
– કારકિર્દીઃ તમારા ઉપરી તમારા કામમાં થોડી-ઘણી ખામી કાઢશે, તેમ છતાં તેઓ તમારા કામથી પ્રભાવિત થશે તેમને સંતોષ આપી શકશો. તમને જે કામ-ધંધા કે નોકરીમાં રસ-રુચિ ન હોય તેમાં ન જશો, નહિતર તમારે માનસિક હેરાનગતિનો સામનો કરવો પડી શકે છે. નોકરીની દ્રષ્ટિએ આગામી વર્ષ ઘણું સારું બની રહેશે. જો કે નોકરીમાં તમારા કામનું દબાણ વધી શકે છે, પરંતુ તમે તમારા કામને સારી રીતે પૂરું કરી શકશો.
– નાણાંઃ આવકના દ્રષ્ટિકોણથી આગામી વર્ષ સામાન્ય રીતે સારું રહી શકે છે, એમાંય મે માસ સુધી બચત કરવાના સારા યોગ જણાય છે. સાથોસાથ બચતનાં નાણાંને સુરક્ષિત પણ કરી શકશો. પરિણામે તમારું આર્થિક પાસું વધારે મજબૂત બની શકશે. આવકનો સ્ત્રોત મજબૂત રહેશે અને તમે તમારા કર્મો
– શુભ દિવસઃ શુક્રવાર અને સોમવાર
– શુભ અંકઃ ૫-૮
– શુભ રંગઃ સફેદ- ગુલાબી
વૃશ્ચિક રાશી
– સ્વાસ્થ્યઃ વર્ષની શરુઆતથી એપ્રિલ સુધી સારું રહે પછી થોડી કમજોરી આવી શકે છે. હ્રદય કે છાતીને લગતી સમસ્યા હોય તેઓએ એપ્રિલ પછી વધુ સાવધાની રાખવી જરુરી છે, જૂન પછી એ પરેશાની ઘટતી જશે. પણ ત્યાં સુધી બહુ સાચવવું પડે. વર્ષ દરમિયાન મધ્યમાં થોડી સમસ્યા આવે, પરંતુ સંયમ અને સમજદારીથી સમસ્યા જલ્દી દૂર થઇજશે.
– પરિવારઃ ઘરના વડીલો સાથે મતભેદ રહ્યા કરે, અને તમારા કારણે મા-બાપમાં વિખવાદ ના થાય તે જોવું. નાના ભાઇ-બહેન સાથે મનમેળ સારો રહેશે. કોઇ પાત્ર કુંવારું હશે તો આ વર્ષે એનું લગ્ન ચોક્કસ થઇ જશે, પણ એ માટે ભરપૂર પ્રયત્નો કરવા પડશે.ક્યારેક સંતાન જીદ કરે તો તેને માન આપી તેને યોગ્ય જીદને સંતોષવા પ્રયાસ કરવો, પણ સાવ અવગણવી નહીં, નહિતર તેનું પરિણામ ખરાબ આવી શકે છે. સંતાનો સાથે પહેલીથી જ સમજાવટથી કામ લેવું અને એમને પૂરતો સમય પણ આપવો.
– વિદ્યાર્થીઃ હોશિયાર વિદ્યાર્થીઓને પણ આ વર્ષે ખૂબ પરિશ્રમ કરવો પડશે, અને મન દઇને ભણવું પડશે. પરીક્ષા વખતે તમે ઉત્તમ દેખાવ કરી શકશો. જેથી તમે તમારું ધાર્યું પરિણામ લાવી શકશો. એ માટે અથાગ દિનરાત મહેનત કરવી પડશે. આ વર્ષે તમે જે સ્ટ્રીમમાં હશો તેને બદલવાની ઇચ્છા થશે, પણ તે બદલવી નહીં, તેને જાળવી રાખવી. આગળ જતાં બધું બરાબર થઇ જશે.
-કારકિર્દીઃ વર્ષ દરમિયાન થોડી-ઘણી સમસ્યાને અંતે ઉન્નતિના માર્ગ ખુલશે. એપ્રિલ સુધીમાં તમારી નોકરીની મજબૂતાઇ વધતી જણાશે, એ માટે પૂરતો પરિશ્રમ કરશો તો કામ બનશે.ઉપરી અધિકારી કામથી પ્રસન્ન થશે. કંપનીનું સામર્થ્ય અને તમારી મહેનત મુજબ બઢતી શક્ય બનશે.
– નાણાંઃ મે માસ સુધી બચત કરવાના સારા યોગ જણાય છે.સાથે બચતનાં નાણાંને સુરક્ષિત પણ કરી શકશો. જેથી
આભાર – નિહારીકા રવિયા આર્થિક પાસું વધુ મજબૂત બનશે.આવકનો સ્ત્રોત મજબૂત રહેશે અને તમારા કર્મો દરમિયાન આર્થિક સમસ્યા દૂર થશે. માર્ચ પછી મે સુધીમાં બધી આર્થિક સમસ્યા દૂર થશે.
– શુભ દિવસઃ મંગળવાર અને ગુરુવાર
– શુભ અંકઃ ૨-૪
– શુભ રંગઃ જાંબલી, લાલ
ધન રાશિ
– સ્વાસ્થ્યઃ શરીરમાં વાયુ કે ચરબીનો ભરાવો થઇ શકે છે. આવામાં ભારે શરીરવાળાએ ખૂબ સાચવવું, જરૂર જણાય તો રિપોર્ટ કરાવી, નિષ્ણાત ડોક્ટર પાસે સારવાર-દવા ચાલુ કરવી. બેઠાડુ જીવન ટાળી, નિયમિત કસરત કરતાં રહેવું, જેથી શરીરમાં ચરબીની સમસ્યા પેદા ન થાય. ચરબી વધારનારા ફૂડને ત્યજી દેવાં, અને તમને અનુકૂળ ખોરાક જ લેવાનો આગ્રહ રાખવો. મે-જૂન દરમિયાન સ્વાસ્થ્યનું ખૂબ ધ્યાન રાખવું.આગામી વર્ષના મધ્ય ગાળામાં થોડી સમસ્યા આવે,પરંતુ સમજદારીથી સમસ્યા દૂર થશે.
– પરિવારઃ આગામી વર્ષમાં કોઇ પારિવારિક સમસ્યા ઉદ્ભવતી જણાતી નથી. પણ જો કોઇ પારિવારિક સમસ્યા આવતી જણાય તો તેને મોટી ન થવા દેતાં સૌ સાથે મળીને પરિસ્થિતિ વકરતાં પહેલાં તેનું સમાધાન લાવી દેવું. આગામી માર્ચ માસ પછી થોડી થોડી પરેશાનીઓ વધવા પામી શકે છે, જેને પરિવારના સહયોગથી દૂર કરી શકશો. એમાં ય જો કોઇ પારિવારિક કામ તમારા ફાળે આવે તો તેને તરત જ પૂરું કરી લેવાથી મુશ્કેલીઓમાં વધારો થતો અટકશે. એટલે કે, તમારા કામ તમારે સમયસર પૂરાં કરી લેવાં, જેથી કોઇ સમસ્યા ઉદભવે જ નહીં. સાથોસાથ અયોગ્ય ખર્ચાથી બચીને રહેજો.
– વિદ્યાર્થીઃ ધો.૫ થી ૮ના વિદ્યાર્થીઓ આ સાલ સારી રીતે બધી પરીક્ષા પાસ કરી શકશે, જો થોડી વધુ મહેનત કરશે તો ફર્સ્ટ ક્લાસ પણ લાવી શકે એમ છે. અટકેલા ભણતરવાળા આ વર્ષથી ફરી અભ્યાસ ચાલુ કરેશે તો ધારી સફળતા મેળવી શકે એમ છે.
– કારકિર્દીઃ જે લોકોને ઓફિસ બહારની નોકરી છે તેમને તેમની મહેનત પ્રમાણે ફળ મળતું રહેશે. સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ અનેકવાર તક મળી શકે છે, કેમ કે તે પરીક્ષામાં સફળતાના અવકાશ જોવા મળે છે. તે માટે તમારે કદાચ હાલના વસવાટનું સ્થળ છોડવું પણ પડે, જો તમે સ્થાન પરિવર્તનની તૈયારી રાખશો તો તે તમારા હિતમાં લેખાશે.નોકરીની દ્રષ્ટિએ માર્ચ સુધીનો સમય તમારી અપેક્ષા કરતાં ઘણો સારો રહેશે, તે પછી થોડો સમય કઠિનાઇમાં કાઢવો પડે. મે પછી સારું પરિણામ મેળવી શકશો, પણ તેના માટે તમારે સખત મહેનત કરવી પડશે.
– નાણાંઃ આગામી વર્ષની શરુઆતથી માર્ચ માસ સુધીના ગાળા દરમિયાન નાણાં બાબતે સામાન્ય પરિણામ મળી શકે. પરંતુ એપ્રિલ પછી તમારી આર્થિક સ્થિતિમાં થોડી-ઘણી વૃદ્ધિ થઇ શકે. જો કે, બચતની બાબતમાં આગામી વર્ષ નબળું સાબિત થઇ શકે છે. આ વર્ષે બચત કરવી તમારા માટે કઠિન બની રહેશે. એટલે, આગામી વર્ષ આવકની દ્રષ્ટિએ સારું રહેશે, પણ બચતની દ્રષ્ટિએ કમજોર રહેશે. એટલે આર્થિક બાબતે આ વર્ષે તમને એવરેજ પરિણામ મળશે.
– શુભ દિવસઃ ગુરુવાર અને રવિવાર
– શુભ અંકઃ ૩-૯
– શુભ રંગઃ પીળો, કેસરી, સોનેરી
મકર રાશી
– સ્વાસ્થ્યઃ વર્ષ દરમિયાન ખાસ કરીને તળેલા, વાસી કે જંક ફૂડને ત્યજવા જરૂરી છે. જાન્યુઆરીથી માર્ચ દરમિયાન સૂકી ખાંસી, કફના કારણે તબિયત બગડી શકે છે. ખાણી-પીણીમાં પૂરતું ધ્યાન આપવું. કેમ કે,જૂન પછી તમારી ખાણી-પીણી અસંયમિત થઇ શકે છે. જેના કારણે સ્વાસ્થ્ય પર તેની અસર પડી શકે છે. ઠંડાં પીણાં તો બિલકુલ ના લેવા, નહિતર મોટી બીમારીનો ભોગ બની શકો એમ છો, માટે ઘરનો સાદો આહાર જ લેવાનું રાખવું. નિયમિત કસરત તમને આ બધામાં બહુ મદદ કરશે, પણ તમારા શરીરને યોગ્ય હોય તેવી કસરત ડોક્ટરની સલાહ અનુસાર જ કરવી હિતાવહ છે.
-પરિવારઃ વર્ષની શરુઆતથી મે માસ સુધી પારિવારિક સંબંધો સારા બની રહેશે. મે માસ પછી પારિવારિક સંબંધોમાં થોડી કમજોરી આવી શકે છે, જેથી અગાઉ જેવાં પરિણામો મેળવવામાં અસમર્થ બનશો. આ દરમિયાન પરિવાર વચ્ચે અસંતુલન કે અસંતોષ જોવા મળી શકે. ઓગસ્ટ પછી પારિવારિક સમસ્યાઓ દૂર થઇ શકશે, એ પછી જૂની સમસ્યાઓમાંથી રાહતનો શ્વાસ લઇ શકશો, એ પછી પારિવારિક સહયોગમાં વૃદ્ધિ જોવા મળશે. તમે ક્યારેક પરિવારના સભ્યોના અવિશ્વાસ પાત્ર બની શકો છો, માટે પરિવારના તમામ સભ્યોને વિસ્વાસમાં લઇને જ કામકાજ કરજો.
– વિદ્યાર્થી વર્ગઃ સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓએ બધું છોડીને માત્ર ને માત્ર ભણતરમાં જ ધ્યાન આપવું પડશે ને તો જ પરીક્ષામાં પાસ થઇ શકશે. અન્યતા કરેલી મહેનત પર પાણી ફરી વળે તેમ છે. માટે તમામ શોખ છોડીને અભ્યાસમાં લાગી જાવ એ જ હિતમાં છે.
– કારકિર્દીઃ હાલની નોકરીમાં પૂરા ખંતથી કામકાજ કરશો, કેમ કે નોકરીમાં બદલાવ આવી શકે છે. તમે કોઇ નોકરી કરો તો વારંવાર બદલ્યા ના કરતા, ત્યાં રહીને અમુક વર્ષનો અનુભવ મેળવવાનો પ્રયાસ કરો. જેથી ત્યાંના અનુભવમાં સ્કોર કરી શકો. જેથી ભવિષ્યમા નોકરીમાં મુશ્કેલી ઊભી ન થાય. માર્કેટિંગમાં જોબ મળવાના ચાન્સ છે, પણ એના માટે તમારે
આભાર – નિહારીકા રવિયા બહાર જવાની તૈયારી રાખવી પડશે.
– નાણાંઃ નાણાં બાબતે આગામી વર્ષ મિશ્ર ફળદાયી બની રહેશે. જૂન માસ પછી તમે સારી આવક મેળવી શકશો, પરંતુ કાંઇ બચત થઇ શકશે નહીં. બચત કરવા માટે તમારે આયોજન કરવું જરુરી થઇ પડશે. સપ્ટેમ્બર બાદ આવકમાં ઘટાડો થતો જોવા મળી શકે છે, એના બે માસ પછી આવકમાં વૃદ્ધિની શક્યતાની સાથે બચત પણ કરી શકશો. ક્યારેક નોકરી રહિત થવાનો વારો આવે તો, બેસી ના રહેશો. પણ એકવાર તો જે નોકરી મળે તેને સ્વીકારીને આગળ વધશો તો ભવિષ્યમાં તમને એ અનુભવના આધારે સારી કે વધુ સારી નોકરીની તક મળી શકે તેમ છે.
– શુભ દિવસઃ શનિવાર અને શુક્રવાર
– શુભ અંકઃ ૪-૮
– શુભ રંગઃ નેવી બ્લુ, કાળો, ડાર્ક બ્રાઉન, ગ્રે
કુંભ રાશી
– સ્વાસ્થ્યઃ આગામી વર્ષ દરમિયાન સ્વાસ્થ્યની પૂરતી તકેદારી રાખવી. શારીરિક પ્રકૃતિ અનુસાર ખાવા-પીવાનું અપનાવવું. માર્ચ સુધીનો સમય સ્વાસ્થ્ય માટે સારો નથી, તેથી આ ગાળા દરમિયાન બહારનાં ખાણી-પીણી ટાળવાં. જો તમને ગેસ, અપચો રહેતા હોય તો તેની સારવાર કરાવવી જરુરી છે. વર્ષ દરમિયાન ખાવા-પીવામાં અસંતુલન જોવા મળી શકે છે. તમને કમર, ઘૂંટણ કે હાથ-પગની સમસ્યા પજવી શકે છે, તેના ઉપચારથી સારું રહેશે. એ માટે તમારે યોગની મદદ લેવી પડશે. પોતાને ઊર્જાવાન બનવવાના તમામ ઉપાય કરવા પડશે.
– પરિવારઃ આ વર્ષે સંતાનોના ભણતરમાં જ તમારે વધુમાં વધુ ધ્યાન આપવું પડશે, એ માટે બહારગામ, ટુર બધું બંધ કરી તમારી નજર સામે જ સંતાનનો ભણાવવાં પડશે, નહિતર પસ્તાવાનો વારો આવશે, એ ધાર્યું પરિણામ નહીં લાવી શકે.ઘરના વડીલોની તબિયત બાબત એલર્ટ રહેવું, બની શકે તો તેમને એકલા મૂકીને ક્યાંય બહાર જવું નહિ. તેમની સંભાળ માટે ઘેર કોઇને રાખવાં.
– વિદ્યાર્થી વર્ગઃ ધો.૧૦-૧૨ના વિદ્યાર્થીઓ આ સાલ પરીક્ષામાં સારું પરિણામ મેળવીને પાસ થઇ શકશે. પણ માત્ર શાળાની મહેનત ઉપરાંત ઘેર, ટ્યુશન કે ક્લાસીસ પણ કરવા જરૂરી લાગે છે. સખતમાં સખત મહેનત જ તમને આ સાલ સફળતા અપાવી શકે એમ છે.
– કારકિર્દીઃ તમારી વાકપટુતાનો સારો ઉપયોગ કરી, નોકરી-ધંધામાં ઉત્તમ પ્રદાન કરી શકશો. વાત-ચીતમાં માહેર લોકો માટે દરેક ક્ષેત્રમાં સફળતાનો યોગ બને છે. પાછલા વર્ષની તુલનાએ આગામી વર્ષ સારું નિવડી શકે છે અને તમે નોકરીમાં રાહત અનુભવી શકશો. કારકિર્દી બાબતમાં પાછળના વર્ષમાં રહેલી પરેશાનીઓ આગામી વર્ષમાં દૂર થવા માંડશે. ખાસ કરીને માર્ચ માસ પછી બધી પરેશાનીઓ ટળી જશે, ને નવશક્તિ સાથે તમારી લક્ષ પ્રાપ્તિમાં લાગી જશો. સહકર્મીઓ સાથે સાચવીને કામકાજ કરવું. નોકરીમાં બદલાવ માટે આગામી વર્ષ ઉત્તમ બની રહે તેમ છે. તમને વારંવાર નોકરી બદલવાનું યોગ્ય લાગે ત્યારે એ તકને પકડી લેજો.
– નાણાંઃ વર્ષની શરુઆતથી મે માસ સુધીમાં શક્ય તેટલી બચત કરી શકશો. જુલાઇ સુધીમાં તમે તમારું આર્થિક પાસું વધુ મજબૂત કરી શકશો તેમજ બચતના નાણાંનો સરખો ઉપયોગ કરી શકશો. સપ્ટેમ્બર પછી થોડી નાણાં ભીડ જણાશે, પણ જો તમે આયોજનથી ચાલશો તો તેને પણ પહોંચી વળશો. નવેમ્બર પછી સારી આર્થિક પ્રગતિ કરી શકશો. કોઇને ક્યારેય ઉછીના રુપિયા આપવાની ભૂલ ના કરતા, નહીંતર રુપિયા તો ગુમાવશો અને તમારે પણ હેરાન થવાનો વારો આવી શકે છે. માટે વ્યાજે રુપિયા આપવાના ચક્કરમાં કે ઉછીના રુપિયા આપવાની જફામાં પડશો નહીં.
– શુભ દિવસઃ શનિવાર અને બુધવાર
– શુભ અંકઃ ૭-૧૧
– શુભ રંગઃ વાદળી, આસમાની, કાળો, જાંબુડિયો
મીન રાશી
– સ્વાસ્થ્યઃ આગામી વર્ષ કમજોર બની શકે છે. એપ્રિલ સુધીમાં કોઇ મોટી બીમારી નહીં આવે, પણ મે પછી નાની-મોટી સમસ્યા આવી શકે છે. ખાસ કરી પેટ, મગજ, મન-મસ્તક સંબંધી સમસ્યા સતાવી શકે છે. સ્વાસ્થ્ય સાચવણી માટે ચાંપતા ઉપાય કરવા પડશે. મે-જૂન પછી બધી સમસ્યામાંથી ક્રમશ મુક્તિ મળશે. સ્વાસ્થ્ય બાબતે વર્ષ દરમિયાન સાવચેતી રાખવી પડશે.એમાંય ડોક્ટરી સારવાર કે નિદાનમાં વિલંબ ના કરવો, નહીતર પીડા-ઉપાધિ વધી શકે છે. ખાણી-પીણીમાં અતિ સાવધ રહેવું અને નિયમિત એક્સરસાઇઝ કરવી જરૂરી છે.
-પરિવારઃ પારિવારિક મામલામાં આગામી વર્ષમાં સારા પરિણામ મેળવી શકશો. એપ્રિલ સુધીમાં પારિવારિક અનુકૂળતાનો ગ્રાફ વધશે. પણ, જૂન પછી થોડી-ઘણી ગેરસમજ સર્જાઇ શકે છે. અંદરોઅંદરની સમજમાં બધાં અસમર્થ હોવાથી થોડો-ઘણો મતભેદ જોવા મળી શકે છે. જોકે, એમાં કોઇ મોટી સમસ્યા નહીં આવે. પરંતુ જૂની અને જટિલ સમસ્યાઓ ધીમે ધીમે દૂર થવા લાગશે. ભૂતકાળની પારિવારિક સમસ્યાઓ દૂર થશે અને આગામી દિવસોમાં પરિવારમાં આનંદનો માહોલ બની રહેશે.
– વિદ્યાર્થી વર્ગઃ ધો.૧થી ૧૨ના તમામ વિદ્યાર્થીઓને આ સાલ ભણવામાં આંખ આડા કાન કર્યે નહીં ચાલે. મોજ-મસ્તી છોડી ભણવામાં વધુમાં વધુ ધ્યાન આપશો તો જ આગળના ધોરણમાં આવી શકો એમ છો, અન્યથા એ જ ધોરણમાં ના રહેવું પડે એનું ધ્યાન રાખીને અભ્યાસમાં લાગી
આભાર – નિહારીકા રવિયા જજો.
– કારકિર્દીઃ માર્ચ માસ પછી થોડી કઠિનાઇઓ વધી શકે છે, તેમાં જો તમે ઈમાનદારીથી કામ કરશો તો નોકરી સુરક્ષિત રાખી શકશો. વર્ષ દરમિયાન કઠિનાઇઓનો સામનો કરવો પડશે, પરંતુ પરિણામ તમારા પક્ષમાં આવતું જણાશે. કારકિર્દી બાબતમાં મિશ્ર પરિણામ મળી શકે છે. નાની-મોટી કઠિનાઇઓને અંતે તમે તમારા લક્ષ્ય સુધી પહોંચી શકશો. આ સમયગાળા દરમિયાન તમારા નોકરી-ધંધામાં પ્રમોશનની શક્યતા જણાય છે.
– નાણાંઃ આગામી વર્ષની શરુઆતથી મે માસ સુધી આર્થિક લાભ સારો મળી રહેશે. તમે ઇચ્છશો તો સારી એવી બચત પણ કરી શકશો. પણ કોઇને વ્યાજે કે ઉછીના રુપિયા આપતાં પહેલાં સો વાર વિચાર કરશો. નહિતર એ રુપિયા પરત લેવા મુશ્કેલ બની શકે છે. વર્ષાન્તે બચતનું સારું રોકાણ કરી શકશો. જો કે, રોકાણમાં પણ પૂરતી સાવધાની રાખવી જરુરી બની રહેશે.
– શુભ દિવસઃ ગુરુવાર અને સોમવાર
– શુભ અંકઃ ૩-૭
– શુભ રંગઃ પીળો, કેસરી, આછો જાંબલી, સફેદ
આભાર – નિહારીકા રવિયા






























