બાબરાના કોટડાપીઠા ગામે ‘હું કહું તેમ ગામને પાણી આપવાનું’ કહી યુવકને ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ અંગે દીપકભાઇ રૂડાભાઇ સોઢળીયાએ (ઉ.વ.૨૭) વનરાજભાઇ વલકુભાઇ બોરીચા સામે ફરિયાદ નોંધાવી હતી.પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, ફરિયાદી કોટડાપીઠા ગામે પાણી પુરવઠાના પાણીના સંપે વાલ્વમેન તથા ચોકીદાર તરીકે તેમજ પેટા કોન્ટ્રાક્ટર હેઠળ કામ કરતા હતા. આરોપી વનરાજભાઇ વલકુભાઇ બોરીચાએ કોટડાપીઠા ગામે પાણીના સંપે આવીને કહ્યું કે, ‘હું કહું તેમ કોટડાપીઠા ગામને પાણી આપવાનું’ તેમ કહી અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. લાઠી વિભાગના નાયબ પોલીસ અધિક્ષક વિસ્મય માનસેતા આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે.