રાજુલા શહેરમાં કરોડો રૂપિયાનું આર્થિક ટર્નઓવર હોવા છતાં દિવાળી અને લગ્નસરાની સિઝનમાં નવી ચલણી નોટો મેળવવા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. રાજુલા SBI માં આવેલી કરન્સી ચેસ્ટ કોવાયા ખસેડાતા વેપારીઓ અને નાગરિકોને હાલાકી ભોગવવી પડી રહી છે. રાજુલા અને આસપાસમાં ૨૦ જેટલી બેંકો, ૨૫ જેટલા પેટ્રોલ પંપ, ઔદ્યોગિક એકમો અને વેપારી સંસ્થાઓ હોવા છતાં રૂ.૧૦, રૂ.૨૦, રૂ.૫૦ અને રૂ.૧૦૦ની નવી નોટો મળતી નથી. બેંકોમાં નોટો ન હોવાના જવાબથી લોકોમાં રોષ ફેલાયો છે. જો રિઝર્વ બેંકમાંથી નોટો આવી નથી તો બજારમાં નવી નોટો ક્યાંથી આવી રહી છે તેવો સવાલ ઉઠયો છે. કરન્સી ચેસ્ટ ફરી રાજુલામાં શરૂ કરવા અને નોટોની ફાળવણી તથા વિતરણની ઉચ્ચસ્તરીય તપાસ કરવાની માંગ ઉઠી છે.





































