અમરેલી જિલ્લાના ચલાલા શહેરના પૌરાણિક અને આસ્થાના પ્રતીક સમાન ભીમનાથ મહાદેવ મંદિરે ગુજરાત રાજ્યના પેટ્રોકેમિકલ્સ મંત્રી કૌશિકભાઈ વેકરિયાએ દર્શન કરી ભગવાન શિવના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે તેમણે ચલાલા પંથકના નાગરિકો તેમજ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકરોને દિવાળી તથા નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. મંત્રીના આગમન પ્રસંગે મંદિરના મહંત દિનેશગીરી ગોસાઈના પરિવાર દ્વારા ભારતીય સંસ્કૃતિ અને પરંપરા મુજબ સાલ ઓઢાડી તેમનું ભાવભર્યું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંદિર પરિસરમાં ભક્તિભાવ અને આત્મીયતાભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું.



































