સાવરકુંડલા શહેરના મણીભાઈ ચોક પાસે આવેલી સરકારી પ્રાથમિક કન્યા શાળા નં. ૨ ખાતે ૧૭-૧૦-૨૦૨૬ના રોજ ૩૩ વર્ષ સુધી શિક્ષણ સેવા આપનાર શિક્ષિકા દિવ્યકલાબેન દાનજીભાઈ બારૈયાનો નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો હતો. આચાર્યા ભારતીબેન રાઠોડના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં ટી.પી.ઓ. સરવૈયા, બી.આર.સી. તુષારભાઈ જાની સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. શાળા પરિવાર દ્વારા શાલ, શ્રીફળ, પુષ્પગુચ્છ અને સન્માનપત્ર આપી સન્માન કરાયું હતું. દિવ્યકલાબેનના પિતાએ શાળાને રૂ. ૧૮ હજારનો ચેક અર્પણ કર્યો હતો. દીકરીઓને ભોજન તથા બ્લૂટૂથની ભેટ આપવામાં આવી હતી.










































