લાઠી તાલુકાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા. ૨૫ નવેમ્બર, બુધવારના રોજ સવારે ૧૧ કલાકે લાઠી મામલતદાર કચેરી ખાતે યોજાશે. તાલુકા કક્ષાના અધિકારક્ષેત્રમાં આવતા સરકારી કામો અંગેના બાકી પ્રશ્નો રજૂ કરવા ઇચ્છતા નાગરિકોએ તા. ૧૦ નવેમ્બર સુધીમાં બપોરે ૩ કલાકે અરજી કરવી પડશે. સામૂહિક કે નીતિવિષયક પ્રશ્નો સ્વીકારવામાં આવશે નહીં. અરજીઓ લાઠી મામલતદાર કચેરી ખાતે રૂબરૂ અથવા પોસ્ટ મારફતે મોકલી શકાશે. અરજીના મથાળે ‘તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ લખવું ફરજિયાત છે. તેમ મામલતદાર દ્વારા જણાવાયું છે.