આયુર્વેદમાં કેટલાય એવા ઝાડ-છોડ છે, જેના મૂળ, ડાળી, પાન, ફળ-ફુલ ખૂબ જ કામમાં આવે છે. તેના ઉપયોગથી કેટલીય ગંભીર બીમારીઓથી છુટકારો મળી જાય છે. આવી જ ઔષધીઓથી ભરપૂર એક ફળ છે, જેના કોઠાના નામથી ઓળખવામાં આવે છે. કોઠાનું વનસ્પતિક નામ લિમોની એસિડિસિમા (Limonia Acidissima) છે. બિલિપત્રની માફક દેખાતા આ ફળ હાથીઓને ખૂબ જ પસંદ હોય છે. એટલા માટે દુનિયાના કેટલાય ભાગમાં તેને એલિફન્ટ એપલ પણ કહેવાય છે. કોઠા ફળ ભલે દરેક લોકોએ ખાધું ન હોય પણ તેનું નામ ચોક્કસપણે સાંભળ્યું હશે., તે તેના વિશિષ્ટ ખાટા-મીઠા સ્વાદ અને અદ્ભુત ઔષધીય ગુણો માટે જાણીતું છે. આયુર્વેદમાં પણ આ ફળને ખૂબ જ ગુણકારી માનવામાં આવ્યું છે એ ભારતમાં જોવા મળતું એક ખૂબ જ ગુણકારી ફળ છે. તેને ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં કોઠું, કોઠાં કે કવઠ તરીકે પણ ઓળખવામાં આવે છે.
• દેખાવઃ આ ફળનું બહારનું કવચ (છાલ) પથ્થર જેવું એકદમ મજબૂત, કઠણ અને સહેજ સફેદ-ભૂખરા રંગનું હોય છે.
• અંદરનો ભાગઃ ફળને તોડતા અંદરથી ચીકણો, બ્રાઉન (કથ્થઈ) રંગનો માવો નીકળે છે, જેમાં નાના-નાના બીજ હોય છે.
• સ્વાદઃ તેનો સ્વાદ ખાટો-મીઠો અને તૂરો હોય છે. તેમાંથી ખૂબ જ તીવ્ર અને અનોખી સુગંધ આવે છે.
કોઠાનું પોષણ મૂલ્ય (Nutritional Value per 100g)
કોઠાના ફળની અંદર રહેલો પલ્પ (ગર્ભ) પોષક ત¥વોનો ભંડાર છે. આશરે ૧૦૦ ગ્રામ કોઠાના પલ્પમાંથી નીચે મુજબના પોષક ત¥વો મળે છેઃ
• કેલરીઃ ૭૮-૯૫ કેલરી
• કાર્બોહાઇડ્રેટ્સઃ ૭.૫ ગ્રામ
• પ્રોટીનઃ ૩.૧ ગ્રામ (અન્ય ફળોની સરખામણીએ વધુ)
• ફાઈબર (રેસા): શ્૫.૨ ગ્રામ
• વિટામિન્સઃ વિટામિન C (ભરપૂર માત્રામાં), વિટામિન છ, વિટામિન મ્૧ (થાયમીન) અને વિટામિન મ્૨ (રીબોફ્લેવિન).
• ખનિજો (Minerals): કેલ્શિયમ (૫૫.૭ મિલિગ્રામ), પોટેશિયમ (૪૭ મિલિગ્રામ), આયર્ન, ફોસ્ફરસ અને ઝિંક.
કોઠું ખાવાના મુખ્ય ફાયદા (Health Benefits)
• પાચનતંત્ર માટે અમૃતઃ કોઠામાં ફાઈબરની માત્રા ખૂબ સારી હોય છે, જે કબજિયાત, ગેસ અને પેટની અન્ય સમસ્યાઓમાં રાહત આપે છે. તેનો કાચો પલ્પ અથવા શરબત ડાયેરિયા (ઝાડા) અને મરડા (dysentery) માં પણ ફાયદાકારક છે.
• હરસ-મસાથી બચાવેઃ કોઠાનું સેવન હરસ-મસાની તકલીફ દૂર કરવામાં અસરકારક માનવામાં આવે છે. ખરેખર, કોઠું ફાઇબર અને રફેજ મેટાબોલિક રેટ વધારવાની સાતે બોવેલ મૂવમેન્ટમાં સુધાર લાવવાનું કામ કરે છે. તે ઉપરાંત તે મૂત્ર માર્ગનો સોજો પણ ઘટાડે છે. જો કે બીમારીના હિસાબે તેનું નિયમિત સેવન જરૂરી છે.
• શરીરને ઠંડક આપે છેઃ ઉનાળાની ગરમીમાં કોઠાનું શરબત પીવાથી શરીરને તરત જ ઠંડક મળે છે અને પિત્તના કારણે થતી બળતરા શાંત થાય છે. અને ઉનાળામાં લૂ લાગવાથી બચાવે છે.
• રોગપ્રતિકારક શક્તિ (Immunity) વધારે છેઃ વિટામિન ઝ્ર અને એન્ટી-ઓક્સિડન્ટ્સથી ભરપૂર હોવાને કારણે તે ઇન્ફેક્શન, શરદી-ઉધરસ સામે લડવામાં શરીરની ઇમ્યુનિટી મજબૂત કરે છે.
• ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ નિયંત્રણઃ કોઠામાંથી નીકળતું ફેરોનિયા ગૂંદા ડાયાબિટીસના દર્દીઓ માટે રામબાણ ઇલાજ છે. આ ફળ બ્લડ સર્ક્યુલેશનમાં સુગરનું બેલેન્સ જાળવી રાખવામાં મદદ કરે છે. તેના નિયમિત સેવનથી બ્લડમાં ગ્લુકોઝનું લેવલ ઓછુ થાય છે. આ ઉપરાંત તે ઇંસુલિન સેલ્સને પણ વધારવામાં મદદ કરે છે. જેથી તે ઝડપથી કામ કરે અને સુગર મેટાબોલિઝમને સરળ બનાવે.તેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ (GI) ઓછો હોય છે અને તે લોહીમાં શર્કરાનું સ્તર અચાનક વધવા દેતું નથી.
• નેચરલ ડિટોક્સિફાયરઃ આ ફળ લીવર અને કિડનીને સાફ રાખવામાં (ડિટોક્સ કરવામાં) મદદ કરે છે, જેનાથી ત્વચા પણ હેલ્ધી અને ચમકદાર બને છે.
• લોહીની ઉણપ (એનિમિયા) દૂર કરે છેઃ તેમાં રહેલું આયર્ન શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર સુધારે છે અને એનિમિયાના દર્દીઓ માટે ગુણકારી છે.
• હાઇ કોલેસ્ટ્રોલ કરે કંટ્રોલઃ કોઠામાં રહેલું રફેજ અને ફાઇબર નસોમાં જામેલા કોલેસ્ટ્રોલને શોષે છે અને તેને શરીરમાંથી બહાર નીકાળવામાં મદદ કરે છે. આ ઉપરાંત તેમાં રહેલું વિટામિન સી બ્લડ વેસેલ્સને પહોળી કરે છે અને લોહીની ઝડપને સુધારવાનું કામ કરે છે. તેવામાં હાઇ કોલેસ્ટ્રોલના દર્દીઓે કોઠાનું સેવન જરૂર કરવું જોઇએ. આ સાથે તે શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલ (LDL) ઘટાડવામાં પણ મદદરૂપ છે.
• લિવર -કિડનીને રાખે હેલ્ધીઃ કોઠુ લિવર-કિડની સાથે સંબંધિત સમસ્યાઓ દૂર કરવામાં ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. કોઠામાં ઘણા સંયોજન પણ હોય છે, જે ફ્રી રેડિકલ્સ સામે લડે છે અને શરીરના યોગ્ય કામકાજમાં મદદ કરે છે. કોઠાનો ગર લિવર અને કિડનીના સ્વાસ્થ્યની રક્ષા કરવામાં મદદરૂપ હોય છે. તેવામાં કોઠુ જરૂર ખાવ.
કોઠાનો એક ટુકડો બજારમાં માત્ર ૫ થી ૧૦ રૂપિયામાં મળે છે. તેનો ભાવ પણ તેના કદ પર આધાર રાખે છે. શહેરોમાં તેને ઉકાળીને પણ ખાવામાં આવે છે. તમે પાકેલા કોઠાના પલ્પને સીધો જ ચમચીથી થોડું મીઠું/ગોળ નાખીને ખાઈ શકો છો. આ સિવાય ઉનાળામાં તેનું કોઠાનું શરબત અથવા બારેમાસ તેની ખાટી-મીઠી ચટણી બનાવીને પણ આહારમાં સામેલ કરી શકાય છે નોંધઃ કોઠાના સ્વાસ્થ્ય લાભો વિશે અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું ઉપચાર અને મીડિયા રિપોટ્ર્સ પર આધારિત છે. અમારો હેતુ માત્ર તમને માહિતી આપવાનો છે.. તેના ઉપયોગો અને ફાયદાઓ વિશે નક્કર માહિતી માટે નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.













































